રાજકોટ
News of Tuesday, 22nd June 2021

'વેકસીન મહાઅભિયાન'નો લાભ લ્યો : ડે.મેયર - આરોગ્ય ચેરપર્સનની અપીલ

સ્થળ પર જ રજીસ્ટ્રેશન કરાવી વિનામૂલ્યે વેકસીન મુકાવો : ડો. દર્શિતા શાહ - ડો. રાજેશ્રી ડોડીયાનો અનુરોધ

રાજકોટ તા. ૨૨ : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી અને ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના માર્ગદર્શન હેઠળ 'બધાને મફત કોવીડ વેકસીન મહાઅભિયાનનો'નો શુભારંભ કરાયો છે. ત્યારે આ સંદર્ભે વેકસીનેશનના સ્થળોમાં થોડા ફેરફાર કરવામાં આવેલ છે.  આ અંગે માહિતી આપતા ડે.મેયર ડો.દર્શિતાબેન શાહ તથા આરોગ્ય સમિતિ ચેરમેન રાજેશ્રીબેન ડોડીયાએ જણાવેલ છે કે, ૧૮ વર્ષથી ઉપરના તમામને પહેલો ડોઝ તથા ૮૪-દિવસ થયેલ હોય તેમને બીજો ડોઝ હવેથી કોવીશીલ્ડ વેકિસન ૨૧ આરોગ્ય કેન્દ્રો તથા સિવિલ હોસ્પટલ, રેલ્વે હોસ્પિટલ (જામનગર રોડ), ઈ.એસ.આઈ.એસ. હોસ્પિટલ (દૂધસાગર રોડ), માધાપર આરોગ્ય કેન્દ્ર (માધાપર તાલુકા શાળા), ચાણકય સ્કુલ (ગીતગુર્જરી સોસાયટી, એરપોર્ટ રોડ), શિવશકિત સ્કુલ (આકાશવાણી ચોક, યુનિવર્સીટી રોડ) ખાતેથી મળી રહેશે. શહેરીજનોને ઉકત સ્થળોએ ઓન ધ સ્પોટ રજીસ્ટ્રેશન થઇ શકશે તથા વેકસીન આપવામાં આવશે. તો આ કોવીડ વેકસીન મહાઅભિયાનનો શહેરીજનોએ લાભ લેવા ડે. મેયર ડો.દર્શિતાબેન શાહ તથા આરોગ્ય સમિતિ ચેરમેન રાજેશ્રીબેન ડોડીયાએ અપીલ કરેલ છે.

(3:16 pm IST)