રાજકોટ
News of Tuesday, 22nd June 2021

ભાજપ અનુ.જાતી મોરચા દ્વારા યોગા

'આંતરરાષ્ટ્રીય યોગ દિવસ' અંતર્ગત શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીના માર્ગદર્શન હેઠળ શહેરના ૧૮ વોર્ડમાં ૩૬ સ્થળો પર શહેર ભાજપ દ્વારા યોગા કાર્યક્રમ યોજવામાં આવેલ ત્યારે શહેર ભાજપ અનુ.જાતી મોરચા દ્વારા વોર્ડ નં. ૧૩માં ડો. આંબેડકરનગર ખાતે અને વોર્ડ નં. ૧૫માં નવા થોરાળા, શેરી નં. ૫ ખાતે યોગા કાર્યક્રમ યોજાયેલ. જેમાં બહોળી સંખ્યામાં ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહેલ. આ તકે શહેર ભાજપ મહામંત્રી કિશોરભાઈ રાઠોડ, શહેર ભાજપ ઉપપ્રમુખ અને અનુ. મોરચાના પ્રભારી મહેશ રાઠોડ, અનુ. જાતિ મોરચાના પ્રમુખ મહેશભાઈ અઘેરા, મહામંત્રી નાનજીભાઈ પારઘી, વજુભાઈ લુણાસીયા, વોર્ડ નં. ૧૩ના વોર્ડ પ્રમુખ કેતન વાછાણી, મહામંત્રી ભરત સવસેટા, વોર્ડ નં. ૧૫ના મહામંત્રી મહેશ બથવાર તેમજ બીપીનભાઈ પરમાર, ગીતાબેન પારઘી, રાણીબેન પરમાર, જમનાબેન સોલંકી, જીવુબેન ખીમસુરીયા, શારદાબેન મકવાણા, હંસાબેન પરમાર, રેખાબેન પરમાર, મનુભાઈ મકવાણા, મોહનભાઈ રાઠોડ, નાજાભાઈ ખીમસુરીયા, દિનેશભાઈ બગડા, કીરીટભાઈ ચાનકા, મયુરભાઈ લુણસીયા, રવીભાઈ બગડા, પ્રકાશભાઈ પરમાર, ગીરધરભાઈ રાઠોડ, નથુભાઈ પરમાર, સુરેશભાઈ ડાંગર, કનુભાઈ મકવાણા, નરેશભાઈ દવેરા, ચંદ્રેશ ચંદ્રપાલ, દિનેશ ડવેરા, મયુર ચાંડપા, કિશન બગડા, જેઠાભાઈ સોંદરવા, ગુલાબભાઈ ચૌહાણ, કિશોર મકવાણા, ભરત બગડા, મનોજ ચાવડા સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

(3:19 pm IST)