રાજકોટ
News of Tuesday, 22nd June 2021

વાવડી રોડ પરથી રીઢો શખ્સ રમેશ દારૂની ૧૦ બોટલ સાથે પકડાયો

અગાઉ પણ છ વખત તાલુકા પોલીસે જ પકડ્યો'તો

રાજકોટ તા. ૨૨: વાવડી ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં વોંકળા પાસે ઝૂપડામાં રહેતાં રમેશ રૂપસિંગ પરમાર (ઉ.૩૯) નામના દેવીપૂજક શખ્સ પાસે જીન-દારૂની બોટલો હોવાની બાતમી પેટ્રોલીંગ દરમિયાન એએસઆઇ આર. બી. જાડેજા, કોન્સ. અમીનભાઇ ભલુર અને ધર્મરાજસિંહ રાણાને મળતાં આ શખસને વાવડી ફાલ્કન પંપ આગળ રોડ પરથી પકડી લઇ થેલો ચેક કરતાં અંદરથી રૂ. ૪૦૦૦ની જીનની ૧૦ બોટલો મળતાં કબ્જે કરી તેની ધરપકડ કરી હતી.

આ શખ્સ અગાઉ તાલુકા પોલીસ સ્ટેશનમાં જ દારૂના છ ગુનાઓમાં પકડાઇ ચુકયો છે. એસીપી જે. એસ. ગેડમ, ડી. વી. બસીયાની રાહબરીમાં પીઆઇ જે.વી. ધોળાની સુચના હેઠળ પીએસઆઇ એન. ડી. ડામોર, આર. બી. જાડેજા, હેડકોન્સ. વિજયગીરી ગોસ્વામી, મોહસીનખાન મલેક, હરસુખ સબાડ, ધર્મરાજસિંહ અને હર્ષરાજસિંહે આ કામગીરી કરી હતી.

મેટ્રો રેસ્ટોરન્ટના સંચાલક સામે જાહેરનામા ભંગનો ગુનો

મવડી રીંગ રોડ રાધે હોટેલ નજીક મેટ્રો રેસ્ટોરન્ટમાં કોરોનાને કારણે ૫૦ ટકાથી વધુ માણસો ભેગા થવા દેવા પર પ્રતિબંધ હોવા છતાં જાહેરનામાનો ભંગ કરવામાં આવતો હોઇ તાલુકા પોલીસે સંચાલક મહેશભાઇ મોહનભાઇ ગોહેલ (ઉ.૪૯-રહે. તુલસી પાર્ક-૧, ૧૫૦ રીંગ રોડ) સામે ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.

(3:23 pm IST)