રાજકોટ
News of Tuesday, 22nd June 2021

જંકશન વિસ્તારમાં ઓછા ફોર્સથી પાણી વિતરણઃ લોકો ત્રાહીમામ

રાજકોટ તા. રર :.. શહેરનાં વોર્ડ નં. ૩ ના જંકશન પ્લોટ વિસ્તારમાં છેલ્લા ૪ દિવસથી સવારે ૮ વાગ્યે અને ૧૦ વાગ્યે આવતું પાણી ખુબજ ધીમા ફોર્સથી પાણી વિતરણ થઇ રહ્યાનો ફરીયાદો લતાવાસીઓમાં ઉઠવા પામી છે.

આ અંગે લતાવાસીઓએ જણાવ્યું હતું કે અનેક વખત પરિસ્થિતિ જૈ સે થે જોવા મળી રહી છે. આ સમસ્યાનો તાત્કાલીક ઉકેલ લાવવા વિસ્તારવાસીઓએ માંગ કરી છે. તેમ સામાજીક કાર્યકર યોગેશ માખેચાએ જણાવ્યું હતું.

(4:16 pm IST)