રાજકોટ
News of Tuesday, 22nd June 2021

રાજકોટમાં ૪ વાગ્યાથી ધોધમાર વરસાદ : ૫ વાગ્યા સુધીમાં ૧ ઈંચ જેટલું પાણી વરસ્યુ : રસ્તાઓ ઉપર પાણી ફરી વળ્યાઃ વાતાવરણમાં ઠંડક પ્રસરી

રાજકોટઃ આજે બપોર બાદ સાંજે ૪ વાગ્યે વાતાવરણમાં ઍકાઍક પલ્ટો આવતા આકાશમાં કાળાડીબાંગ વાદળો છવાયા હતા અને વરસાદનું ધોધમાર ઝાપટુ શરૂ થયુ હતુઃ સદર, મોટી ટાંકી ચોક, યાજ્ઞિક રોડ, કાલાવડ રોડ, ૧૫૦ ફૂટ રીંગ રોડ, ગાંધીગ્રામ, લીમડા ચોક, પંચનાથ તથા સામા કાંઠાના વિસ્તારોમાં સહિતના વિસ્તારોમાં વરસાદથી રસ્તાઓ ઉપર પાણીની નદીઓ વહી હતી

(5:21 pm IST)