પુર્વ સૈનિકો અને તેમના ફેમીલી પેન્શનરો માટે લોન સુવિધાઓ
રાજકોટ, તા., ૨૨: પુર્વ સૈનિકો (આર્મી, નેવી, એરફોર્સ)ના સર્વિસ તથા ફેમીલી પેન્શનરો માટે ભારતીય સ્ટેટ બેંક દ્વારા જય જવાન પેન્શન લોનની વિશેષ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. જેમાં વય પાત્રતા ૭૬ વર્ષની છે. લાયકાત પુર્વ સૈનિકો આર્મી, નેવી, એરફોર્સ તથા ફેમીલી પેન્શનરો માટે, પેન્શન પાત્રતા રૂા. રપ,૦૦૦ થી ૧૪.૦૦ લાખ સુધી, ર૪ ગણી લોન-માસીક પેન્શન પર, ઓછામાં ઓછો વ્યાજ દર અને ૭ર મહિના સુધીનો લાંબો લોન ટર્મ છે.
લાભ લેવા માટે પેન્શનરોએ પાનકાર્ડ કોપી, ચુંટણી કાર્ડ કોપી, આધાર કાર્ડ કોપી, પી.પી.ઓ. બુક કોપી, ફોટોગ્રાફ-ર, રહેઠાણના સરનામાવાળુ લાઇટબીલ-મકાન વેરાની પહોંચ-ભાડા કરારની કોપી જો કોઇ બીજી બેંકની લોન ચાલતી હોય તો એનો મંજુરી પત્ર અને લોન એકાઉન્ટ સ્ટેટમેન્ટ એસબીઆઇ પેન્શન ખાતાની પાસબુક સાથે સંપર્ક કરવાનો રહેશે.વધુ માહીતી માટે એસબીઆઇ રેસકોર્ષ રોડ, બહુમાળી ભવન રાજકોટ ખાતે રૂબરૂ અથવા મો. ૭૬૦૦૦ ૩૬૧૭૧ ઉપર સંપર્ક કરવા જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ અધિકારીની યાદીમાં જણાવાયું છે.