રાજકોટ
News of Thursday, 22nd July 2021

ગોંડલ ચોકડીના ખાડાઓ બુરાવવા મેયર મેદાનમાં

નેશનલ હાઇવે ઓથોરિટીના અધિકારીઓ સાથે બેઠક યોજી કાર્યક્ષેત્રની મંજુરીની સમસ્યા ઉકેલવા પ્રદિપ ડવના પ્રયાસો

રાજકોટ તા. ૨૨ : કોઠારીયા ચોકડી - ગોંડલ રોડ ચોકડીએ ખાાડઓ અને જર્જરીત રસ્તાના રીપેરીંગમાં નેશનલ હાઇવે ઓથોરીટીની મંજુરી સહિતના પ્રશ્નો હોઇ આ રસ્તો વર્ષોથી રીપેર નહી થતો હોવાથી યુવા મેયર પ્રદિપ ડવે આ બીડુ ઝડપી અને આ રસ્તાના સમારકામ શરૂ કરાવ્યા છે. સાથોસાથ હાઇવે ઓથોરિટી સાથે બેઠક યોજી મંજુરીની સમસ્યા દુર કરવા પણ પ્રયાસો હાથ ધર્યા છે.ચોમાસાની ઋતુમાં શહેરના મુખ્ય માર્ગો પર પડેલ ખાડાઓના કારણે શહેરના નગરજનોને મુશ્કેલી ન ભોગવવી પડે તેમજ અન્ય બાંધકામ, ડ્રેનેજ વિભાગના પ્રશ્નો માટે થોડા સમય પહેલા મેયર ડાઙ્ખ.પ્રદિપ ડવના અધ્યક્ષ સ્થાને પદાધિકારીશ્રીઓની ઉપસ્થિતિમાં ત્રણેય ઝોનમાં સિટી એન્જીનીયરો તેમજ તમામ વોર્ડના ડેપ્યુટી એન્જીનીયરોની સાથે મીટીંગ યોજાયેલ.આ મીટીંગમાં શહેરના તમામ મુખ્ય માર્ગો પરના ખાડાઓમાં મેટલીંગ કરવા ઝુંબેશ સ્વરૂપે તમામ વોર્ડમાં કામગીરી કરવા જણાવેલ. ગોંડલ રોડ રિદ્ઘિ સિદ્ઘિના નાલાથી ગોંડલ તરફ જવાનો રસ્તો ખુબ જ બિસ્માર હોવાની ફરિયાદ આવેલ પરંતુ તે રોડ નેશનલ હાઈવે ઓથોરીટીએ કરવાનો થાય છે તેવું જણાવેલ. નેશનલ હાઈવે ઓથોરીટી સમારકામ કરવામાં પત્ર વ્યવહારમાં અને કામગીરી માટે સમય જાય જેના કારણે લોકોને ખુબ જ મુશ્કેલી અનુભવી પડે છે જેથી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આ રસ્તાનું સમારકામ કરી આપવા મેયરશ્રીએ જણાવેલ, જેના અનુસંધાને ગઈકાલ તા.૨૧/૦૭/૨૦૨૧ના રોજ રિદ્ઘિ સિદ્ઘિ નાલાથી ગોંડલ તરફ જવાના બિસ્માર રસ્તા પર ભારે વાહનોની અવર જવર ખુબ જ રહેતી હોવાના કારણે બોકસ કટિંગ કરી મેટલીંગ કરવાથી મેટલ બહાર ન આવે તે માટે મેયર ડાઙ્ખ.પ્રદિપ ડવની ઉપસ્થિતિમાં સદરહુ રસ્તા પર બોકસ કટિંગ કરી મેટલીંગ કરવામાં આવેલ. આ રસ્તા પર ખુબ જ હાલાકી ભોગવવી પડતી હતી તેમાં મેટલીંગ કરાતા રાહત થયેલ છે, તેમ અંતમાં મેયરશ્રીએ જણાવેલ. આ કામગીરી સમયે ઈસ્ટઝોનના સિટી એન્જી. વાય. કે. ગોસ્વામી ઉપસ્થિત રહેલ.

(2:47 pm IST)