આંબેડકરનગરમાં મકાનમાંથી દારૂની ૧૮૦ બોટલ સાથે દિપક પકડાયો
માલવીયાનગર પોલીસનો દરોડો : રૂ. ૭૨ હજારનો દારૂનો જથ્થો કબ્જે
રાજકોટ તા. ૨૨ : ગોંડલ રોડ એસ.ટી. વર્કશોપ પાછળ આંબેડકરનગરમાં માલવીયાનગર પોલીસે બાતમીના આધારે મકાનમાં દરોડો પાડી દારૂની ૧૮૦ બોટલ સાથે એક શખ્સને પકડી લીધો હતો.
મળતી વિગત મુજબ ગોંડલ રોડ પર આંબેડકરનગરમાં આવેલા એક મકાનમાં વિદેશી દારૂનો જથ્થો પડયો હોવાની માલવીયાનગર પોલીસના કોન્સ. હરપાલસિંહ જાડેજા અને ભાવેશભાઇ ગઢવીને બાતમી મળતા આંબેડકરનગર શેરી નં. ૯માં રહેતા દીપક રમેશભાઇ દવેરા (ઉ.વ.૨૮)ના મકાનમાં દરોડો પાડી રૂ. ૭૨૦૦૦ની કિંમતની દારૂની ૧૮૦ બોટલ સાથે દિપક દવેરાની પકડી લીધો હતો. આ કામગીરી પી.આઇ. કે.એન.ભુકણના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ વી.કે.ઝાલા, હેડ કોન્સ. મસરીભાઇ, દિગ્પાલસિંહ, યુવરાજસિંહ, ભાવેશભાઇ, હરપાલસિંહ, રોહિતભાઇ, કુલદીપસિંહ તથા હિતેષભાઇ અગ્રાવત દ્વારા કરવામાં આવી હતી.