રાજકોટ
News of Thursday, 22nd July 2021

હુડકો કવાર્ટરમાં મહિલા સંચાલીત જુગારધામ પર દરોડો જુગાર રમતી સાત મહિલા ઝડપાઇ

ભકિતનગર પોલીસના બે દરોડા : બીજા દરોડામાં શિવમ પાર્કમાં નવા બનતા મકાનમાંથી કારખાનેદાર સહિત ૪ પત્તા ટીચતા પકડાયા

રાજકોટ તા. ૨૨ : કોઠારીયા મેઇન રોડ હુડકો કવાર્ટરમાં મહિલા સંચાલીત ચાલતા જુગારધામ પર ભકિતનગર પોલીસે દરોડો પાડી તીનપતીનો જુગાર રમતા સાત અને બીજા દરોડામાં શિવમ પાર્કમાં મકાનમાંથી ચાર શખ્સોને પકડી લીધા હતા.

મળતી વિગત મુજબ કોઠારીયા મેઇન રોડ પર હુડકો કવાર્ટરમાં મહિલા પોતાના કવાર્ટરમાં જુગારધામ ચલાવતી હોવાની ભકિતનગર પોલીસ મથકના કોન્સ. ભાવેશભાઇ મકવાણા તથા રણજીતસિંહ જાડેજાને બાતમી મળતા કોઠારીયા રોડ પર હુડકો કવાર્ટરમાં કવાર્ટર નં. એ-૩૨૭માં દરોડો પાડી તીનપત્તીનો જુગાર રમતા કવાર્ટર માલીક જયશ્રીબેન નિતેષભાઇ ગેલાણી, તેજલબેન રાજેશભાઇ ગેલાણી, વાણીયાવાડી શેરી નં. ૪૪માં રહેતા ભાવનાબેન અજયભાઇ પાટડીયા, ગોપાલનગર શેરી નં. ૧ શ્રી હરી કોમ્પલેક્ષ બ્લોક નં. ૧૦માં ભાડે રહેતા કીરણબેન વિપુલભાઇ સોઢા, ૫૦ ફુટ રોડ રામેશ્વર સોસાયટી શેરી નં. ૨ના કલ્પનાબેન ભુપેન્દ્રભાઇ પાટડીયા, નીરંજનાબેન અરવિંદભાઇ વડગામા અને ગોવિંદનગર શેરી નં. ૪ના રસીલાબેન મનસુખસિંહ ડોડાને પકડી લઇ રૂ. ૧૬,૩૫૦ની રોકડ કબ્જે કરી હતી.

જ્યારે બીજા દરોડામાં માસ્તર સોસાયટી મેઇન રોડ, શિવમ પાર્ક શેરી નં. ૧માં કારખાનેદાર પંકજ વિઠ્ઠલભાઇ ડાંગરીયા (ઉ.૩૩)ના નવા બનતા મકાનમાં દરોડો પાડી તીનપત્તીનો જુગાર રમતા કારખાનેદાર પંકજ ડાંગરીયા (રહે. લાલ પાર્ક સોસાયટી શેરી નં. ૪, પારડી રોડ) તથા પુનીલ સોસાયટી મેઇન રોડ પર રહેતા સંજય કિશોરભાઇ પરસાણા, માસ્તર સોસાયટી મેઇન રોડ દાદીબાગ સોસાયટી શેરી નં. ૧ના હરેશ ધરમશીભાઇ દુધાત્રા અને ગુંદાવાડી મેઇન રોડ આર.કે.પ્લાઝા એપાર્ટમેન્ટ બ્લોક નં. ૨૦૨માં રહેતા ભરત મેઘજીભાઇ કમાણીને પકડી લઇ રૂ. ૧૭૫૦ની રોકડ સહિતની મત્તા કબ્જે કરી કાર્યવાહી કરી હતી.

(3:49 pm IST)