રાજકોટ
News of Thursday, 22nd July 2021

માટી પ્રકરણમાં ૭ કર્મચારીઓના નિવેદન નોંધતી સત્ય શોધક કમીટીઃ કોચ-કોન્ટ્રાકટર ગેરહાજર

નેક કમીટી આગમન પુર્વે કરેલ કેટલાક કામોથી વિવાદ

રાજકોટ, તા., ૨૨: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના બહુચર્ચીત માટીકાંડના પ્રકરણમાં આજે સત્ય શોધક સમીતીએ ત્રીજી બેઠક કરી અને શારીરીક શિક્ષણ વિભાગના ૭ કર્મચારીઓના નિવેદન નોંધ્યા હતા.

જાણવા મળતી વિગતો મુજબ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના માટી પ્રકરણે નેક કમીટીના આગમન પુર્વે કામનો ભરાવો અને દિવસો ઓછા હોય અલગ-અલગ કામગીરીનું સુપરવીઝન વિવિધ કર્મચારીઓને સોંપવામાં આવેલ.  સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કુલ ૯૭૦ ટ્રેકટરના માટીના ફેરા થયાનું બહાર આવ્યું છે.

શારીરીક શિક્ષણ વિભાગના ૭ કર્મચારીઓના નિવેદન સત્ય શોધક સમીતીએ નોંધ્યા હતા. ત્યારે કોન્ટ્રાકટર અને એક કોચ નાદુરસ્ત તબીયતને કારણે નિવેદન દેવા આવી શકયા ન હતા.

(3:52 pm IST)