રાજકોટ
News of Thursday, 22nd July 2021

લક્ષ્મીવાડીમાં ગોડાઉનના કામ વખતે દિવાલ પડતાં ત્રણ મજૂર ઘાયલ થયા

રાજકોટ તા. ૨૨: લક્ષ્મીવાડી મેઇન રોડ પર આવેલા મંડપ સર્વિસ ગોડાઉન ખાતે કડીયા કામ ચાલતું હોઇ તે વખતે દિવાલ તૂટી પડતાં ત્રણ મજૂરને ઇજા થઇ હતી.

પ્રાપ્ત માહિતી મુજબ લક્ષ્મીવાડી મેઇન  રોડ પર આવેલા મહેશ મંડપ સર્વિસના ગોડાઉનમાં  દિવાલ ચણવાનું કામ ચાલુ કરવામાં આવ્યું હોઇ મજૂરો કામે લાગ્યા હતાં. આ વખતે અચાનક એક દિવાલ તૂટી પડતાં ત્રણ મજૂરો ભરતભાઇ મનસુખભાઇ ગાંગાણી (ઉ.૫૦-રહે. દામજી મેપા પ્લોટ, સહકાર રોડ),ધીરૂભાઇ ડાયાભાઇ વનરા (ઉ. ૫૨-રહે. વામ્બે આવાસ યોજના, કાલાવડ રોડ) અને કુશી તુવજીભાઇ મહીડા (ઉ.૨૦-રહે.આનંદ બંગલા ચોક)ને ઇજા થતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા.આ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે ભકિતનગર પોલીસમાં જાણ કરી હતી.

દૂધની ડેરી પાસે રહેતી હીનાબેને એસિડ પીધું

દૂધ સાગર રોડ પર દૂધની ડેરી પાસે રહેતી હીનાબેન અસલમભાઇ પટોડી (ઉ.૨૮)એ સવારે એસિડ પી લેતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં થોરાળા પોલીસને જાણ કરવામાં આવી હતી. તેણીના પતિ ડ્રાઇવીંગ કામ કરે છે અને સંતાનમાં એક પુત્ર તથા એક પુત્રી છે. મગજ ભમતો હોવાથી આમ કર્યાનું પ્રાથમિક પુછતાછમાં જણાવાયું હતું.

(3:54 pm IST)