રાજકોટ
News of Thursday, 22nd July 2021

રાજકોટમાં સગર્ભા માતાઓને કોરોનાં વેકસીન આપવાનું શરૂ

રાજકોટ : રાજકોટ શહેરમાં સગર્ભા માતાને દરેક આરોગ્ય કેન્દ્રમાં કોરોના વિશેની કામગીરી ચાલુ કરેલ છે જેમાં ૧૮ વર્ષથી ઉપરની તમામ સગર્ભા માતાને વેકિસનેશન ના બે ડોઝ આપવામાં આવશે આજરોજ રાજકોટ શહેરના તમામ આરોગ્ય કેન્દ્રમાં આ સેવા ઉપલબ્ધ કરવામાં આવી છે જેમાં સગર્ભા માતાને કોઈપણ લાઈનમાં ઊભા રાખ્યા વગર વેકિસનેશન આપવામાં આવી રહી છે સાથે સાથે આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર દ્વારા તેમને વેકિસનેશન અંગેનું કાઉન્સિલિંગ પણ કરવામાં આવે છે કુલ ૭૮ સગર્ભા માતાને વેકિસનેશન કરવામાં આવેલ છે કોરોના વિશે સગર્ભાવસ્થા દરમ્યાન ખૂબ જ સલામત છે વેકસીનના બંને ડોઝ લેવાથી સગર્ભા માતા તેમજ આવનાર બાળક ને કોરોનાનું જોખમ ઘટે છે ખાસ કરીને frontline વર્કર હેલ્થ વર્કર તેમજ હેલ્થ કેર સર્વિસ સાથે સંકળાયેલી સગર્ભા માતાઓ એ વેકિસન લેવાની અગ્રતા આપવી જોઈએ.

(4:11 pm IST)