રાજકોટ
News of Tuesday, 21st September 2021

કોરોનાના ત્રણ કેસ મળી આવતા આરોગ્ય સ્ટાફમાં ફરી દોડધામ

હરિદ્વાર, મહારાષ્ટ્ર અને દિલ્હીનો પ્રવાસ કરી રાજકોટ આવેલ દંપતિ કોરોના પોઝિટિવ: કોસ્મોપ્લેક્સ નજીક આવેલી હોસ્ટેલમાં રહેતો 15 વર્ષીય તરૂણ સંક્રમિત

રાજકોટ : શહેરમાં લાંબા સમયગાળા બાદ 21મી સપ્ટેમ્બરના રોજ મોડી સાંજે કોરોનાના ત્રણ કેસ મળી આવતા આરોગ્ય સ્ટાફમાં ફરી દોડધામ મચી ગઇ હતી. હરિદ્વાર, મહારાષ્ટ્ર અને છેલ્લે દિલ્હીનો પ્રવાસ કરી રાજકોટ આવેલ દંપતિ કોરોના પોઝિટિવ હોવાનું સામે આવ્યું છે,

જેમાં 69 વર્ષીય પુરુષ અને 68 વર્ષીય મહિલા કોરોનાગ્રસ્ત થયા છે. જેમની ડિટેઇલ ટ્રાવેલ હિસ્ટ્રી મેળવી કોન્ટેકટ ટ્રેસિંગ શરૂ કરાયું છે. આ ઉપરાંત કાલાવડ રોડ પર કોસ્મોપ્લેક્સ નજીક આવેલી એક હોસ્ટેલમાં રહેતો 15 વર્ષીય તરૂણ પણ કોરોના પોઝિટિવ આવ્યો છે. આ મુજબ રાજકોટ શહેરમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના કુલ 3 કેસ મળ્યા છે. તેમ રાજકોટ મહાપાલિકાના સૂત્રોએ જણાવ્યું હતું.

(12:27 am IST)