રાજકોટ
News of Saturday, 23rd January 2021

કોરોનાની ધીમી ચાલ : આજે બપોર સુધીમાં ૧૩ કેસ : ૧ મોત

શહેરમાં છેલ્લા ૧૦ મહિનામાં ૧૪૯૧૨ : કુલ ૧૪૩૬૫ સાજા થયા : રિકવરી રેટ ૯૬.૪૧ ટકાએ પહોંચ્યો

રાજકોટ, તા.૨૩ :  વૈશ્વિક મહામારી કોરોના હાહાકાર મચાવી રહ્યો છે ત્યારે શહેરમાં હવે કોરોનાની ચાલ ધીમી પડી છે. આજ બપોર સુધીમાં ૧૩ કેસ નોંધાયા છે. જ્યારે ૧ મોત નોંધાયું છે.

આ અંગે મ્યુ.કોર્પોરેશનની સતાવાર માહિતીમાં જણાવ્યા મુજબ આજે બપોરે ૧૨ વાગ્યા સુધીમાં   કુલ ૧૩ નવા કેસ સાથે શહેરમાં અત્યાર સુધીમાં કુલ ૧૪,૯૧૨ પોઝીટીવ કેસ નોંધાઇ ચુકયા છે. અને તે પૈકી ૧૪,૩૬૫ લોકો સાજા થઇને હોસ્પિટલમાંથી ડીસ્ચાર્જ થતા ૯૬.૪૧ ટકા રિકવરી રેટ થયો છે.

ગઇકાલે કુલ ૧૪૨૨ સેમ્પલ લેવાયા હતા.જેમાં ૪૩ કેસ નોંધાતા પોઝિટિવ રેટ ૩.૦૨ ટકા થયો  હતો. જયારે ૪૮  દર્દીઓને સાજા થયા હતા.

જયારે આજ દિન સુધીમાં ૫,૬૧,૪૮૭ લોકોનાં  ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી ૧૪,૮૭૩  સંક્રમીત થતા પોઝિટિવ રેટ ૨.૬૫ ટકા થયો છે.

દરમિયાન ખાનગી હોસ્પિટલમાં એક જરાતમાં ૧ દર્દીઓનાં ભોગ લેવાયા છે. સરકારની કોવિડ ઓડિટ કમિટીનાંરિપોર્ટ મુજબ ગઈકાલે એક પણ મૃત્યુની નોંધ થઈ નથી.

આ અંગે સતાવાર વિગતો મુજબ રાજકોટમાં કોરોનાની સારવાર હેઠળ તા.૨૨નાં સવારનાં ૮ વાગ્યા થી તા.૨૩નાં સવારનાં ૮ વાગ્યા સુધીમાં છેલ્લા ૨૪ કલાકમાં શહેર - જિલ્લાના ૧ દર્દીઓએ દમ તોડી દીધા હતા . શહેર અને જિલ્લામાં સરકારી-ખાનગી હોસ્પિટલમાં ૨૩૬૮ બેડ ખાલી છે. હાલ શહેરમાં ૨૩ અને જિલ્લામાં ૮૭ માઈક્રોકન્ટેનમેન્ટ ઝોન કાર્યરત છે.

(3:23 pm IST)