રાજકોટ
News of Saturday, 23rd January 2021

હત્યા, હત્યાની કોશિશ, મારામારી, આર્મ્સ એકટના સહિત

૧૫ ગુનામાં સામેલ પોપટપરાના ભરત કુગશીયાને પાસામાં ધકેલાયો

પોલીસ કમિશનર અગ્રવાલે વોરન્ટ ઇશ્યુ કરતા પ્ર.નગર પોલીસે બજવણી કરી

રાજકોટ તા. ૨૩: પોપટપરા શેરીનં. ૧૨ રામી મંદિર સામે રહેતાં અને અગાઉ હત્યા, હત્યાની કોશિષ, આર્મ્સ એકટ સહિતના ૧૫ ગુનામા ં સંડોવાઈ ચૂકેલા ભરત રધુભાઈ કુગશિયા (ઉ.વ.૩૨)ને પાસામાં ધકેલવાનો હુકમ પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલે કરતાં તેને ભુજ જેલહવાલે કરાયો છે.

 ભરત વિરૂધ્ધ અગાઉ ગાંધીગ્રામ, પ્ર.નગર, બી ડીવીઝન, ડીસીબી પોલીસ સ્ટેશનમાં અલગ-અલગ ૧૫ ગુના નોંધાયા હતાં. જેમાં હત્યા, હત્યાની કોશિષ, આર્મ્સ એકટ, રાયોટીંગ, મારામારી, બળજબરી સહિતના ગંભીર ગુનાઓ સામેલ છે.

વોરન્ટ બજવણીની કામગીરીપ્ર.નગર પીઆઇ એલ. એલ, ચાવડા, પીએસઆઇ કે. ડી. પટેલ, એએસઆઇ સંંજયભાઈ દવે, હેડકોન્સ. દેવશીભાઇ ખાંભલા, વિજયરાજસિહ જાડેજા, કોન્સ. હરેશભાઇ કુકડિયા, કુલદિપસિંહ રાણા, અક્ષયભાઇ ડાંગર, યુવરાજસિંહ જાડેજા, મહાવિરસિ ંહ જાડેજા તથા પીસીબીના હેડકોન્સ્. રાજુભાઇ દહેકવાડ અને ઇન્દ્રવિજયસિંહ સિસોદીયાએ કરી હતી.

પોલીસ કમિશ્નર શ્રી મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી મનોહરસિંહ જાડેજા તથા એસીપી પી. કે. દિયોરના માર્ગદર્શન હેઠળ આવા ઇસમો વિરૂધ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરીને મોકલવામાં આવી હતી.

(11:46 am IST)