રાજકોટ
News of Saturday, 23rd January 2021

ફાળદંગ પાસેથી કારમાં દારૂની ૬૦ બોટલ સાથે રાજુ ઉર્ફે રાહુલ પકડાયો

રાજકોટ, તા. ર૩ :  ફાળદંગ ગામ પાસે કુવાડવા રોડ પોલીસે બાતમીના આધારે દરોડો પાડી કારમાં વિદેશી દારૂની ૬૦ બોટલ સાથે એક શખ્સને પકડી લીધો હતો.

મળતી વિગત મુજબ શહેર પોલીસ કમિશનર શ્રી મનોજ અગ્રવાલની સુચનાથી કુવાડવા રોડ પોલીસ મથકના પી.આઇ.એન.એન. ચુડાસમાના માર્ગદર્શન  હેઠળ પી.એસ.આઇ. પી.જી. રોહડીયા, એ.એસ.આઇ., હિતેન્દ્રસિંહ ઝાલા, હેડ કોન્સ. અરવિંદભાઇ, જયંતીભાઇ, કિશોરભાઇ, વિરદેવસિંહ, દેવેન્દ્રસિંહ, મુકેશભાઇ સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે હેડકોન્સ. અરવિંદભાઇ અને વિરદેવસિંહને મળેલી બાતમીના આધારે ફાળદંગ ગામ પાસેથી જી.જે. ૧૦ એફ.રરપર નંબરની મારૂતીઝેન કારમાંથી ૩૦ હજારની કિંમત દારૂની ૬૦ બોટલ સાથે રાજુ ઉર્ફે રાહુલ અમરાભાઇ પરમાર (ઉ.વ.રર) (રહે. દહીસરા ગામ) ને પકડી લઇ કાર્યવાહી કરી હતી.

(3:30 pm IST)