રાજકોટ
News of Saturday, 23rd January 2021

રાજકોટના સાંસદ મોહનભાઈ કુંડારીયાનો કોરોના રિપોર્ટ પોઝિટિવઃ સંપર્કમાં આવેલ લોકોમાં સંક્રમણનો ખતરો

રાજકોટ : ભાજપના વધુ એક નેતા કોરોનાની ઝપેટમાં આવ્યાં છે. રાજકોટના સાંસદ મોહન કુંડારીયાનો કોરીના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. સાંસદે બે વખત ટેસ્ટ કરાવ્યા બાદ પણ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. બાદમાં RTPCR ટેસ્ટ કરાવતાં તેમાં પણ કોરીના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, 

 હાલ સાંસદ મોહન કુંડારીયા અમદાવાદની સિમ્સ હોસ્પિટલમાં દાખલ થયાં છે. સાંસદે સોશિયલ મીડિયાના માધ્યમથી રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાની જાણકારી આપી છે. ત્યારે છેલ્લા ઘણાં દિવસથી ચાલતા ભાજપના કાર્યક્રમમાં મોહન કુંડારિયા હાજર રહ્યાં હોવાથી સંપર્કમાં આવેલ અનેક નેતાઓમાં સંક્રમણનો ખતરો છે.

(5:51 pm IST)