રાજકોટ
News of Monday, 23rd January 2023

સૌરાષ્ટ્રમાં સૌથી વધુ મતે ધારાસભ્ય બનેલા ડો. દર્શિતા શાહનો જન્મદિન

રાજકોટ : રાજકોટ-૬૯ (પમિ) બેઠકના ધારાસભ્‍ય અને મનપાના ભાજપના તથા વોર્ડ નં. ૨ના કોર્પોરેટર ડો. દર્શિતાબેન શાહનો આજે તા. ૨૩ જાન્‍યુઆરીના જન્‍મદિવસ છે. ડો. દર્શિતાબેન શાહ ભાજપના મહિલા મોરચાની વિવિધ જવાબદારીઓ સંભાળી ચૂક્‍યા છે. તેઓ ૨૦૧૫માં મ્‍યુનિ. કોર્પોરેશનની વોર્ડ નં. ૨માંથી ભાજપમાંથી ચૂંટણી લડી જંગી બહુમતીથી વિજય બન્‍યા હતા. તે જ ટર્મમાં ડે.મેયર તરીકે નિયુક્‍ત થયા હતા. સતત વોર્ડમાં સક્રિય રહી લોકપ્રશ્નો ઉકેલવામાં જાગૃત રહ્યા છે. ફરી ૨૦૨૧માં કોર્પોરેશનની ચૂંટણીમાં પાર્ટીએ વિશ્વાસ મુકી વોર્ડ નં. ૨માં ટિકિટ ફાળવી હતી અને આ ચૂંટણીમાં પણ ૧૦ હજારથી વધુ મતોથી વિજય પ્રાપ્‍ત કર્યો હતો અને ફરી ડે.મેયર તરીકે પસંદગી થવા પામી હતી. ૨૦૨૨માં પક્ષે રાજકોટ-૬૯માંથી ધારાસભ્‍યની ચૂંટણી લડાવતા ૧.૫ લાખથી વધુ મતોથી વિજય પ્રાપ્‍ત કર્યો હતો. તેઓ કોર્પોરેશનના પ્રશ્નો અને ધારાસભા મતક્ષેત્રના પ્રશ્નો અંગે સતત સક્રીય રહીને શહેરના વિકાસમાં યોગદાન આપી રહ્યા છે. તેઓ બાળપણથી જ રાષ્‍ટ્રીય સ્‍વયંસેવક સંઘ પરિવારના રંગે રંગાયેલ છે.

આજે તેમના જન્‍મદિવસે રાજકીય આગેવાનો, સામાજીક તથા શુભેચ્‍છકો, પરિવારજનો દ્વારા મો. ૯૮૨૪૨ ૦૧૨૩૪ ઉપર શુભેચ્‍છાનો ધોધ વરસી રહ્યો છે.

(1:21 pm IST)