રાજકોટ
News of Monday, 23rd January 2023

મોઢ વણિક મિત્ર મંડળ દ્વારા ડીરેકટરીનું વિમોચન

તાજેતરમાં મોઢ વણિક મિત્ર મંડળ-રાજકોટ દ્વારા સ્નેહમિલન, ડીરેકટરી અને નામાવલીનું વિમોચન, કરાઓકે નાઇટ સાથે ત્રિવિધ કાર્યક્રમ રાજશ્રૃંગાર પાર્ટી પ્લોટ ખાતે યોજાયો હતો. કાર્યક્રમમાં પ્રથમ ચરણમાં મંડળના પ્રમુખ પ્રનંદભાઇ કલ્યાણીએ સર્વે જ્ઞાતિબંધુઓને ઉમળકાભેર આવકારીને શબ્દપુષ્પ વડે સત્કાર્યા, ત્યારબાદ જ્ઞાતિ અગ્રણી રમેશભાઇ બી.જીવાણી (રઘુવીર કોટન જીનીંગ એન્ડ પ્રેસીંગ પ્રા.લી. હડમતાલા) કિરીટભાઇ સી.પટેલ (ગોપી એન્જી. કોર્પો.) હસ્તે પોકેટ ડીરેકટરી તથા નામાવલીનું વિમોચન કરવામાં આવેલ. સાથે પુરી કારોબારી ટીમે જોડાઇને વિધિવત વિમોચન વિધી કાર્યક્રમને વધુ રોચક અને પ્રસન્નતા વર્ધક બનાવેલ. આ તકે ડીરેકટરી અને નામાવલી પ્રોજેમટ ટીમની કમીટી મેમ્બર ધીમંતભાઇ જે.કલ્યાણી, હિરેનભાઇ એન.કલ્યાણી, પ્રકાશભાઇ જે. કલ્યાણી, શ્રી ભરતભાઇ જે.કલ્યાણી અને અજયભાઇ એન.કલ્યાણીએ સેવા આપેલ તેને બીરદાવીને કાર્યક્રમના દ્વિતીય ચરણમાં કરાઓકે નાઇટ કાર્યક્રમનું જ્ઞાતિબંધુઓ માટે આયોજન થયું હતું. પ્રાથમિક સીલેકશન માટે જેન્ટસમાં ધર્મેશભાઇ કલ્યાણી અને લેડીઝના શ્રીમતી ડોલીબેન બોઘાણીએ સેવા આપેલ. સમય મયાર્દાને ધ્યાનમાં રાખી એક પછી એક સીંગરને કરાઓકે સીસ્ટમ પર ગાવા માટે આમંત્રણ સાથે સ્ટેજ પર બોલાવવામાં આવેલ. તમામ ગાયકને યશભાઇ રાઠોડ (વિકાસ સ્ટવવાળા) તરફથી ઇનામ આપવામાં આવેલ.કાર્યક્રમ પૂર્ણ થઇ સર્વે જ્ઞાતિબંધુએ સ્વાદિષ્ટ ભોજનનો આંદન માણેલ. કાર્યક્રમને યશસ્વી બનાવવામાં મંડળના પ્રમુખ પ્રનંદભાઇ કલ્યાણી, ટ્રેઝરર હિરેનભાઇ કલ્યાણી કાર્યવાહક સમિતિના મનિષભાઇ એમ.પટેલ, મનોજભાઇ આર.અંબાણી, દિપકભાઇ આર. કલ્યાણ,ગોપીભાઇ કે.પટેલ, ધર્મેશભાઇ આર. જીવાણી, તુષારભાઇ સી.પટેલ, ધીમંતભાઇ જે. કલ્યાણી, ડીમ્પેશ જી.અંબાણી, સાગરભાઇ આર.પટેલ, ધર્મેશભાઇ એસ. કલ્યાણી, પ્રકાશભાઇ ઝેડ. ગાંગડીયા, પ્રકાશભાઇ જે.કલ્યાણી, વિશાલભાઇ જી.ભાડલીયાએ સેવા આપેલ.પ્રચાર પ્રસાર સેવા અશ્વિનભાઇ સી.પટેલએ પુરી પાડેલ કરાઓકેનું સંચાલન શ્રી કેતનભાઇ બોઘાણીએ સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રમુખ શ્રી પ્રનંદભાઇ કલ્યાણીએ  તથા આભાર વિધીશ્રી મનીષભાઇ પટેલએ કરેલ.

(3:29 pm IST)