રાજકોટ
News of Monday, 23rd January 2023

વાગુદળના યુવાને નદી કાંઠે પેટ્રોલ છાંટી અગ્નિસ્નાન કર્યુ

રાજકોટમાં સારવાર હેઠળઃ બિમારીથી કંટાળીને પગલુ

રાજકોટ તા. ૨૩: લોધીકાના વાગુદળમાં રહેતાં યુવાને ગઇકાલે વહેલી સવારે ગામના પાટીયા પાસે નદી કાંઠે જઇ શરીરે પેટ્રોલ રેડી કાંડી ચાંપી લેતાં ગંભીર રીતે દાઝી જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે.

ગામના પાટીયા પાસે ઇંટોના ભઠ્ઠે રહી મજૂરી કરતાં દિપેન જેન્તીભાઇ ચાવડા (ઉ.વ.૩૧) નામના યુવાને રવિવારે વહેલી સવારે ઘરેથી નીકળી વાગુદળના પાટીયે નદી કાંઠે જઇ અગ્નિસ્નાન કરી લેતાં સારવાર હેઠળ છે. તે અગાઉ છુટક મજૂરી કરતો હતો અને હાલમાં છેલ્લા કેટલાક દિવસથી રિક્ષા હંકારવાનું ચાલુ કર્યુ હતું.  બિમારીથી કંટાળીને આમ કર્યાનું પરિવારજનોએ કહ્યું હતું. બનાવ અંગે લોધીકા પોલીસે કાર્યવાહી કરી હતી.

(3:35 pm IST)