રાજકોટ
News of Monday, 23rd January 2023

ઘરેલું હિંસાના કેસમાં સાસરીયાઓ કેસમાંથી ડીલીટ કરવા કરેલ અરજીને કોર્ટે ફગાવી દીધી

રાજકોટ, તા.૨૩: અત્રે ડોમેસ્‍ટીક વાયોલેંન્‍સની અરજી મા સાસરીયાઓએ કરેલ ડીલીટની અરજી રદ કરવાનો કોર્ટે હુકમ કર્યો હતો.

અહીંના રેલનગર, સાધુવાસવાણી કુંજ રોડ પર રહેતી પરણીતા ચાંદનીબેનના લગ્ન ભાવનગર મુકામે રહેતા જીજ્ઞેશભાઇ રમેશભાઇ રાવલ સાથે સને ૨૦૧૫ની સાલમા થયેલ હતા અને પરણીતા પોતાના સાસરે ભાવનગર મુકામે રહેવા ગયેલ હતી, આ પછી પતી પત્‍નિ વચ્‍ચે અણબનાવ થતાં પરણીતા પોતાના માવતરે પરત ફરેલ હતી તેની ઉપર ઘરેલુ હીંસા સાસરામાં આચરવાાં આવેલ છે તેવી ફરીયાદ અરજી તેણે પોતાના વકીલ શ્રી અંતાણી મારફતે રાજકોટની ફોજદારી કોર્ટમાં (૧) પતીઃ જીજ્ઞેશભાઇ રમેશભાઇ રાવલ (ર) સસરાઃ રમેશભાઇ નારણભાઇ રાવલ (૩) સાસુ  વિજીયાબેન રમેશભાઇ રાવલની સામે કરેલ હતી.

આ અરજી દલીલ પર આવતા પરણીતાના વકીલ શ્રી અંતાણીએ સાસુ સસરાનું નામ ડીલીટ ન થઇ શકે તેવી લંબાણપુર્વકની દલીલો અદાલતમાં રજુ કરેલ હતી અને તેમની તમામ દલીલોથી સહમત થઇ અને રાજકોટની ફોજદારી અદાલતે સાસુ તથા સસરાએ જે કેસ ચલાવ્‍યા વગર તેમને હાલની અરજીમાંથી મુકત કરી આપવાની અરજી કરેલ હતી તે રદ કરેલ હતી જેથી હવે તમામ સાસરીયા સામે પરણીતા ઇન્‍સાફી કાર્યવાહી ચલાવવા હક્કદાર બનેલ હતી.

વિશેષમાં પરણીતા પાસે પૈસા ન હોય તેણે તરત વચગાળામા પતી તેને ભરણપોષણની રકમ ચુકવે તેવી પણ તેની અરજી મંજુર થયેલ હતી અને પતી જીજ્ઞેશે કેસ ચાલે તે સમય દરમ્‍યાન પરણીતા પત્‍નિને અરજીની દાખલ તારીખ ૨-૫-૨૨થી વચગાળા ભરણ પોષણ પેટે નીયમીત રીતે રૂ.૩૦૦૦/ ત્રણ હજાર ચુકવવા તેવો પણ પતીને અદાલતે હુકમ ફરમાવેલ હોઇ કેસ શરૂ થયા પહેલા પરણીતા પતી પાસેથી રૂ.૨૪,૦૦૦/ ચોવીસ હજાર વસુલવા હક્કદાર બનતા તેણે રાહતનો દમ લીધેલ હતો.

આ કેસમાં ચાંદનીબેન વતી રાજકોટના એડવોકેટ સંદીપ કે.અંતાણી તથા સમીમબેન કુરેશી વકીલ તરીકે રોકાયેલ છે.

(3:52 pm IST)