રાજકોટ
News of Monday, 23rd January 2023

મોઢ વણિક યુવા ગ્રુપ દ્વારા નાથદ્વારાનો ધાર્મિક પ્રવાસ

 મોઢ વણિક યુવા ગ્રુપ દ્વારા નાથદ્વારાનો ધાર્મિક પ્રવાસ યોજવામાં આવતા ૪૦ વડીલો જોડાયા હતા. ત્રણ દિવસની આ યાત્રા સ્‍લીપરકોચ બસમાં કરાવાઇ હતી. કાર્યક્રમના પ્રથમ ચરણમાં માનદ મંત્રી કેતનભાઇ પારેખે યાત્રાને શ્રીફળ સાકરનો પડો આપી પ્રસ્‍થાન કરાવ્‍યુ હતુ. જ્ઞાતિ અગ્રણી મુકેશભાઇ દોશી, સુનીલભાઇ વોરા, અશ્વિનભાઇ પટેલ, અતુલભાઇ પારેખ, યોગેશભાઇ પારેખ, જીતુભાઇ ગાંધી, મંડળના પ્રમુખ કિરેનભાઇ છાપીયા, માનદ મંત્રી કેતનભાઇ પારેખ, ચેરમેન અને યાત્રાના મુખ્‍ય વ્‍યવસ્‍થાપક કેતનભાઇ મેસ્‍વાણી, જીજ્ઞેશભાઇ મેસવાણી સહીતે ઉપસ્‍થિત રહી યાત્રીઓને ભાવભરી વિદાય આપી હતી. નાથદ્વારા પહોંચ્‍યા બાદ આઠે સમાના દર્શનનો લાભ લીધો હતો. તેમજ મોઢ વણિક ભવનમાં યોજાયેલ શ્રીમદ્દ ભાગવત કથા સાંભળવાનો લ્‍હાવો લીધો હતો. આ યજ્ઞ સપ્‍તાહમાં યાત્રાના મુખ્‍ય વ્‍યવસ્‍થાપક કેતનભાઇ મેસ્‍વાણી અને હિનાબેન દોશીનું કમીટીના અજીતભાઇ દેસાઇ તરફથી સન્‍માન કરાયુ હતુ. ત્રીજા દિવસે કાકરોલી દ્વારકાધીશના દર્શન કરાવાયા હતા. ખામનોર ખાતે ધસિયા દર્શન કરાવી યાત્રા પરત ફરવા રવાના થઇ હતી. આ યાત્રામાં આર્થિક સહયોગ મુખ્‍ય દાતા વર્ષાબેન કનુભાઇ ગાંધી, અજયભાઇ ગઢીયા, કૌશિકભાઇ કલ્‍યાણી, કિરીટભાઇ પટેલ, દિપુભાઇ શાહ, હરેનભાઇ મહેતા, જસ્‍મીનભાઇ ગાંધી, અતુલભાઇ પારેખ, સુરેશભાઇ કલ્‍યાણીએ યોગદાન આપેલ. શુભેચ્‍છા અનુદાન અશ્વિનભાઇ પટેલ, કેતનભાઇ મણીયાર, ચન્‍દ્રકાંતભાઇ મહેતા, પ્રવિણભાઇ દોશી, હિતેન્‍દ્રભાઇ શેઠ, જયંતિભાઇ ધ્રાફાણી, પરેશભાઇ મહેતા, મૌલિકભાઇ મહેતા, રોહીતભાઇ શાહ, મહેશભાઇ મણીયાર, પ્રવિણભાઇ રાણભાણ, અશોકભાઇ શાહ,  (ઉનાવાળા), જીતુભાઇ ગાંધી, ડો. સી.એન. પારેખ, નરેન્‍દ્રભાઇ અંબાણી, એલ.ટી. સુરેશચંદ્ર સી. મહેતા, શ્રીમતી નયનાબેન મણીયાર, શ્રીમતી ચંદ્રીકાબેન કે. મહેતા, ઉર્મિલાબેન ઇશ્વરભાઇ મહેતાએ યોગદાન આપેલ.

(3:57 pm IST)