રાજકોટ
News of Tuesday, 23rd February 2021

રાજકોટના પૂર્વ કલેકટર વિક્રાંત પાંડેનું ફેક એકાઉન્ટ, મિત્રો, શુભેચ્છકોને સાવધ રહેવા અપીલ

IAS અને IPS અધિકારીઓના નકલી ફેસબુક એકાઉન્ટસ બનાવવાની પરંપરા આગળ વધતા સન્નાટો : દિલ્હી ખાતે હોમ ડિપાર્ટમેન્ટમાં ફરજ બજાવતા આ અધિકારી કહે છે કે કોઈ રીકવેસ્ટ ન સ્વીકારવી અને પોલીસને જાણ કરવી

રાજકોટ,તા.૨૩: રાજકોટ રેન્જ વડા સંદીપ સિહ અને વડોદરા પોલીસ કમિશનર શમશેર સિહ તથા સીઆઈડી  વડા તેજપાલ સિહ બિસ્ટ. અને સીઆઈડીના એડી.ડીજીપી અનિલ પ્રથમના ફેક એકાઉન્ટ્સ ના પગલે હવે રાજકોટના પૂર્વ કલેકટર વિક્રાંત પાંડે નું  નકલી ફેસ બુક એકાઉન્ટ્સ બનાવતા ખળભળાટ મચી ગયો છે.

 હાલ દિલ્હી ખાતે હોમ વિભાગમાં ઇન્ટર સ્ટેટ ડાયરેકટર તરીકે ફરજ બજાવતા આ સનદી અધિકારીનું એકાઉન્ટસ હેક થયાની જાણ થતાં જ વિક્રાંત પાંડે દ્વારા પોતાના મિત્રો અને શુભેચ્છકો ભોગ ન બને તે માટે સાવધ રહેતા સંદેશા ખૂબ જ કાળજી રાખી મોકલી આપ્યા છે.

 વિક્રાંત પાંડે દ્વારા પોતાનું નકલી એકાઉન્ટસ બન્યાની સાવચેતી ખાતર મિત્રો શુભેચ્છકો ને જાણ કરી કોય તરફથી કોય requeste આવે તો ન સ્વિકારી અને પોલીસનો સંપર્ક કરવા વિનંતી કરી છે.

અત્રે યાદ રહે કે વિધાનસભા અધ્યક્ષનું ફેંક એકાઉન્ટસ પણ બનેલ.જેના આરોપીઓને વડોદરા પોલીસ કમિશનર દ્વારા હરિયાણા થી આરોપીઓને પકડ્યા છે.

જયારે ખૂદ વડોદરા પોલીસ કમિશનર નું ફેક્ એકાઉન્ટ્સ બનાવનાર આરોપીઓને દિલ્હી થી પકડી પડેલ છે, જેવો ની પણ પૂછપરછ ચાલી રહી છે.

(11:53 am IST)