રાજકોટ
News of Tuesday, 23rd February 2021

લોઠડા નજીક દારૂની પ૯ બોટલ સાથે અશ્વીન ગોહેલ પકડાયો

કાલાવડ રોડ પરથી વિશાલ ગોસ્વામી દારૂની એકબોટલ સાથે ઝડપાયો

રાજકોટ તા. ર૩ : લોઠડા ગામ બજરંગ ઇન્ડસ્ટ્રીયલ એરીયા નજીક આજી ડેમ પોલીસે દરોડો પાડી દારૂની પ૯ બોટલ સાથે એક શખ્સને પકડી લીધો હતો.

મળતી વિગત મુજબ આજીડેમ પોલીસ મથકના પી.આઇ.વી.જે. ચાવડાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. એમ.એમ. ઝાલા તથા જયપાલભાઇ, કૌશેન્દ્રસિંહ કુલદીપસિંહ, શૈલેષભાઇ, ભીખુભાઇ તથા ઉમેદભાઇ સહિત તેટ્રોલીંગમાં હતા ત્યારે કોન્સ કુલદીપસિંહ જાડેજાએ જયપાલભાઇ બરાળીયાને મળેલી બાતમીના આધારે લોઠડા ગામ બજરંગ ઇન્ડસ્ટ્રીયલ એરીયાથી પડવલા ગામ તરફ જતા રસ્તા પર ખુલ્લી જગ્યામાંથી રૂ.ર૬પપ૦ ની કિંમતની દારૂની પ૯ બોટલ સાથે અશ્વીન રમેશભાઇ ગોહેલ (ઉ.ર૮) (રહે. જામવાડી ગામ રાજનગર સોસાયટી તા.ગોંડલ) ને પકડી લઇ કાર્યવાહી કરી હતી.

જયારે બીજા દરોડામાં તાલુકા પોલીસ મથકના પી.એસ.આઇ. એન.ડી.ડામોર તથા ધર્મરાજસિંહ રાણા સહિતે કાલાવડ રોડ જડુસ હોટલ પાસેથી જીજે એલસી-૬૦૮૦ નંબરના એકટીવામાંથી દારૂની એક બોટલ સાથે વિશાલવન સરોજવન ગોસ્વામી (ઉ.ર૩) (રહે. નંદનવન સોસાયટી શેરી નં.૧ દોઢસોફુટ રીંગ રોડ) ને પકડી લીધો હતો.

(2:38 pm IST)