હથિયાર, મારામારી અને દારૂના અનેક ગુનામાં સામેલ પ્રતિપાલ ઉર્ફે પપ્પુ પાસામાં ધકેલાયો
પ્ર.નગર પોલીસે વોરંટની બજવણી કરી બુટલેગરને ભુજ જેલમાં ધકેલી દીધો
રાજકોટ તા. ૨૩ : શહેરના પ્રદ્યુમનનગર પોલીસ મથક હેઠળના વિસ્તારમાં હથિયાર, મારામારી અને વિદેશી દારૂના ગુનામાં સામેલ શખ્સને પાસામાં ધકેલી દીધો હતો.
મળતી વિગત મુજબ પ્રદ્યુમનનગર પોલીસ મથક હેઠળના વિસ્તારમાં વિદેશી દારૂના જથ્થા સાથે અનેક વખત પકડાયેલા અને અગાઉ હથિયાર તેમજ મારામારીના ગુનામાં પકડાયેલા પ્રતિપાલ ઉર્ફે પપ્પુ અકુલભાઇ ગોંડલીયા (ઉ.૨૮) (રહે. રેલનગર ભગવતી હોલ પાછળ અર્પણ પાર્ક શેરી નં. ૩)ને પાસામાં ધકેલવા માટે પીસીબી શાખાના ઇન્ચાર્જ પી.આઇ. આર.વાય.રાવલ તથા હેડ કોન્સ. રાજુભાઇ, ઇન્દ્રવિજયસિંહએ દરખાસ્ત કરતા પોલીસ કમિશનર શ્રી મનોજ અગ્રવાલે વોરંટ ઇશ્યુ કરતા પ્ર.નગર પોલીસ મથકના પી.આઇ. એલ.એલ.ચાવડા, પીએસઆઇ કે.ડી.પટેલ, એએસઆઇ સંજયભાઇ દવે, હેડ કોન્સ. જનકભાઇ, દેવશીભાઇ, વિજયરાજસિંહ, હરેશભાઇ, યુવરાજસિંહ કુલદીપસિંહ, અક્ષયભાઇ, અશોકભાઇ તથા મહાવિરસિંહએ વોરંટની બજવણી કરી પ્રતિપાલ ઉર્ફે પપ્પુ ગોંડલિયાની પાસા હેઠળ અટકાયત કરી ભુજ જેલમાં ધકેલી દીધો હતો.