રાજકોટ
News of Tuesday, 23rd February 2021

'કેસરીયો' છવાયો, ભાજપનો જયઘોષ ગુંજ્યો... મતદારોનું મન 'વિકાસ'ને વળગી રહ્યું... રાજકોટમાં 'કમળ' ખીલેલું જ રહ્યું: ઠેર ઠેર વિજયોત્સવ

મતદારોએ ફરી એક વખત ભાજપની વિકાસની નીતિરીતિને વળગી રહેવાનું યોગ્ય માન્યું હોય તેમ પરિવર્તન નહિ, પરંતુ પુનરાવર્તન થયું છે. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરીથી ભાજપનું શાસન આવ્યું છે. રંગીલા રાજકોટમાં ફરીથી કેસરીયો ફરકી ગયો છે, કમળ ખીલેલું જ રહ્યું છે. જે જે વોર્ડમાં ભાજપની આખેઆખી પેનલો જીતી ગઇ એ તમામ વોર્ડમાંથી ઉમેદવારોએ મોટી સંખ્યાના ટેકેદારો, કાર્યકરોને સાથે રાખી વિજય સરઘસ કાઢ્યા હતાં. ભારે ઉત્સાહ, ઉમંગ સાથે ભાજપનો જયઘોષ થયો હતો... આજે મ.ન.પા.ની ચૂંટણીમાં ભાજપે બપોરે ૧ વાગ્યા સુધીમાં ૩૬ બેઠકો મેળવી ફરીથી સત્તા હાંસલ કરી લીધી હતી અને વિજેતા ઉમેદવારોએ પોતપોતાના વિસ્તારમાં વિજય સરઘસ - આતશબાજી શરૂ કરી દીધી હતી. તે વખતની તસ્વીરમાં વોર્ડ નં. ૭માં નેહલ શુકલ, દેવાંગ માંકડ, જયશ્રીબેન ચાવડા, વર્ષાબેન પાંધી, વોર્ડ નં. ૧૩માં નીતિનભાઇ રામાણી, જયાબેન ડાંગર, વોર્ડ નં. ૧૬માં નરેન્દ્ર ડવ, કંચનબેન સીધ્ધપુરા, રૂચિતાબેન જોષી, સુરેશ વસોયા વગેરે, વોર્ડ નં. ૧૦માં જ્યોત્સનાબેન ટીલા, રાજેશ્વરીબેન ડોડીયા, ચેતન સુરેજા, નરેન્દ્રસિંહ વાઘેલા (નિરૂભા) વગેરે સહિતના વિજેતા ઉમેદવારોએ વિજય સરઘસ અને આતશબાજીઓ કરી હતી તે વખતની તસ્વીરો. (તસ્વીર : સંદિપ બગથરીયા)

(2:41 pm IST)