રાજકોટ
News of Tuesday, 23rd February 2021

વોર્ડ નં. ૧૧ની મત ગણતરીમાં કોંગ્રેસના પારૂલબેન ડેરે વાંધો ઉઠાવતાં પંદરેક મિનીટ ગણતરી બંધ રહી

રાજકોટઃ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચુંટણીની મતગણતરી વેળાએ પ્રારંભે કોંગ્રેસના તમામ ઉમેદવારો જીતી જ જઇશું એવા વિશ્વાસ સાથે મતગણતરી કેન્દ્રો પર પહોંચી ગયા હતાં. પરંતુ જેમ જેમ પરિણામો આવતાં ગયા હતાં તેમ તેમ કમળ ખીલતું ગયું હતું. આ વચ્ચે વોર્ડ નં. ૧૧ની મતગણતરીના સ્થળે આ વોર્ડના કોંગ્રેસના ઉમેદવાર પારૂલબેન ડેરે ગણતરી બાબતે વાંધો ઉઠાવ્યો હતો અને ભારે આક્રોશ વ્યકત કરતાં પંદરેક મિનીટ સુધી મતગણતરીનું કાર્ય થંભાવી દેવું પડ્યું હતું. એ પછી સમજાવટથી મામલો થાળે પડ્યો હતો. (ફોટોઃ અશોક બગથરીયા)

(2:46 pm IST)