રાજકોટ
News of Tuesday, 23rd February 2021

૭૨માંથી ૬૪ બેઠકો ઉપર ભાજપ વિજયી : વોર્ડ નં.૧૫માં વશરામ સાગઠીયાએ ભાજપની કલીનસ્વીપ અટકાવી દીધી : હવે વોર્ડ નં.૩માં ગાયત્રીબા વાઘેલાની પેનલ ઉપર આખા રાજકોટની મીટ : ગણત્રી શરૂ

કોર્પોરેશનમાં કોંગ્રેસના સૌથી એકટીવ રહે તેવા નેતાઓનો ભાજપે વ્યૂહાત્મક સફાયો કર્યોઃ જેમાં મનસુખ કાલરીયા, અતુલ રાજાણી અને અશોક ડાંગરનો સમાવેશ થાય છે

વોર્ડ નં.૩ની ગણત્રી ચાલુ : ૧૬ વોર્ડમાં તમામ બેઠકો ભાજપને મળી : બાકીના ૨ વોર્ડમાં જીત મળી જાત તો દેશભરમાં વિક્રમ સર્જાત, પરંતુ વોર્ડ નં.૧૫માં કોંગ્રેસના વશરામભાઈ સાગઠીયાની આખી પેનલ ૨૬૦૦ જીતી ગઈ છે તેથી ભાજપની કલીનસ્વીપ યાત્રા સ્હેજમાં અટકી ગઈ હવે સૌની નજર મહિલા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ તથા વોર્ડ નં.૩ના કોંગ્રેસના ધુરંધર નેતા શ્રીમતી ગાયત્રીબા વાઘેલા ઉપર મંડાઈ છે : તેમની આ આ લખાય છે ત્યારે ૩:૧૦ કલાકે મતગણતરી હજુ શરૂ થઈ નથી અને વોર્ડ નં.૨ના છેલ્લા રાઉન્ડની છેલ્લી ગણતરીઓ ચાલુ છે : વોર્ડ નં. ૧૫માં કોંગ્રેસના જે ઉમેદવારોનો વિજય થયો છે તેમાં હાલના કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા વશરામભાઈ સાગઠીયા અને તેમની પેનલના દુદાણી મકબુલભાઈ, કોમલબેન ભારાઈ, સોરાણી ભાનુબેનનો વિજય થયો છે. આમ રાજકોટમાં વોર્ડ નં.૧૫ના ૪ ઉમેદવારોએ કોંગ્રેસની લાજ બચાવી છે ત્યારે હવે સૌની નજર વોર્ડ નં.૩ ઉપર મંડાયેલી છે જે રાજકોટનો સૌથી મોટો વોર્ડ ગણવામાં આવે છે. આ વોર્ડમાં રાજકોટના તમામ વોર્ડ કરતા સૌથી વધુ મતદારો અને સૌથી મોટો વિસ્તાર આવેલ છે.

(3:23 pm IST)