રાજકોટ
News of Tuesday, 23rd February 2021

કાલે શહેરના પાંચ વોર્ડમાં પાણી વિતરણ નહિ થાય

રાજકોટ, તા. ર૩ : GWIL દ્વારા એન.સી-૩૪ પ્રોજેકટમાં સીંધાવદર હેડ વકર્સ ખાતે શટડાઉન લેવાનું હોવાથી, આવતીકાલે તા. ર૪નાં  રાજકોટ મહાનગરપાલિકાના વેસ્ટ ઝોન અંતર્ગત ચંદ્રેશનગર હેડ વર્કસ આધારીત વોર્ડ નં. ૮(પાર્ટ), ૧૧(પાર્ટ), ૧૩ (પાર્ટ), તથા મવડી હેડ વર્કસ આધારીત ૧૨-૦૦ વાગ્યા પછીના વિસ્તારો વોર્ડ નં. ૧૧(પાર્ટ), ૧૩(પાર્ટ), માં પાણી વિતરણ બંધ રહેશે, તેમજ ૧૫૦ ફૂટ રીંગ રોડ હેડ વર્કસ આધારીત વિસ્તારોમાં ઓછા દબાણથી પાણી મળશે. મ્યુ. કોર્પોરેશનના વોટર વર્કસ શાખાની સતાવાર યાદીમાં જણાવ્યું છે.

(4:06 pm IST)