રાજકોટ
News of Tuesday, 23rd February 2021

રૂ.૯૫ લાખ અને ૨૦ લાખની રકમના ચેક રીટર્નમાં થતાં ભાવનગરની માય મની સોલ્યુશનના ભાગીદારો સામે ફરિયાદ

રાજકોટ, તા.૨૩: માત્ર સૌરાષ્ટ્ર જ નહીં પરંતુ પુરા ગુજરાતમાં અનેક લોકોના ૫૦૦ કરોડથી વધુ નાણા ડુબાડનાર ભાવનગરની નામાકિંત ઇન્વેસ્ટમેન્ટ પેઢી માય મની સોલ્યુશનના ભાગીદાર ૧. ચીરાગ વસંતભાઇ મહેતા ૨. ઇન્દ્રજીતસિંહ સુરપાલસિંહ ગોહિલ વિરૂધ્ધ રાજકોટના એડી.ચીફ.જયુડી.મેજી.ની કોર્ટમાં રૂ.૯૫ લાખ તથા રૂ.૨૦ લાખના એમ બંને ચેકો રીટર્નની જુદી જુદી બે ફરીયાદો પ્રવિણ મોહનભાઇ લુણાગરીયા દ્વારા દાખલ કરવામાં આવેલ છે.

આ કેસની હકિકત જોઇએ તો રાજકોટમાં મવા સર્કલ પાસે સીલ્વર હાઇટસમાં રહેતા અને ગોલ્ડ ટચ લેબ ધરાવતા ફરીયાદી પ્રવિણ મોહનભાઇ લુણાગરીયાએ ભાવનગરમાં આતાભાઇ ચોકમાં હેડ ઓફીસ તથા વાઘાવાડી રોડ ઉપર સુરભી મોલમાં બ્રાન્ચ ઓફીસ ધરાવતા તેમજ રાજકોટમાં આર.પી.જે.હોટલ પાસે રીવેરા વેવમાં બ્રાન્ચ ઓફીસ ધરાવતી ભાવનગરની નામાંકિત ઇન્વેસ્ટર પેઢી તથા  તેના ભાગીદારો ૧.માય મની સોલ્યુસન ૨. ચીરાગ વસંતભાઇ મહેતા ૩. ઇન્દ્રજીતસિંહ સુરપાલસિંહ ગોહિલ વિરૂધધ ફરીયાદીએ એ મતલબની ફરીયાદ દાખલ કરેલ કે આરોપીઓ માય મની સોલ્યુશનના નામે ઇન્વેસ્ટમેન સ્કીમો ચલાવતા હોય તેમાં 'અમો તમારા સપના સાચા કરીશુ, સારામાં સારૂ રીટર્નસ મેળવવા માટે માય મની સોલ્યુશન સીવાય કોઇ જ વિકલ્પ નહીં, તમારી ઇન્વેસ્ટમેન્ટ થયેલ સંપૂર્ણ મુડીની જવાબદારી અમારી 'આવા પ્રકારે શબ્દોની માયાજાળ ફેલાવી લોકોને રકમ ઇન્વેસ્ટ કરવા આકર્ષીત કરી લોકોએ ઇન્વેસ્ટ કરેલ રકમ સારામાં સારા રીટર્નસ સાથે રકમ પરત કરવા વચન વિશ્વાસ અને ખાત્રી આપી તે પ્રમાણે અમુક સમય લોકોને  મુડી સાથે રીટર્નસ ચુકવી ભરોષો અને વિશ્વાસ પેદા કરી પુરા ગુજરાતમાંથી કરોડો રૂપીયા એકત્રીત કરી ચલાવવામાં આવતી જુદા જુદા પ્રકારની સ્કીમોમાં ફરીયાદીના ઇન્વેસ્ટ થયેલ રૂપીયા ૯૫ લાખ મુડી તથા રૂપીયા ૨૦ લાખ મુડીનું વળતર અદા કરવા આરોપીઓએ ફરીયાદી જોગના બે ચેકો ઇશ્યુ કરી આપી સહીઓ કરી આપી, ચેકો સુપ્રત કરી અને ખાત્રી આપેલ.

સદર ચેકો ફરીયાદી પોતાના બેન્ક ખાતામાં રજુ રાખશે એટલે ચેકો રીટર્ન થશે નહી અને ચેકો સ્વીકારાય જશે, ફરીયાદીની લેણી રકમ વસુલાઇ જશે, તેવા આરોપીઓના શબ્દો પર ભરોસો રાખી ફરીયાદીએ સ્વીકારેલ બંને ચેકો બેંકમાં રજુ કરતા ચેકો સ્વીકારાયેલ નહી અને ચેકો રીટર્ન થયા તેની જાણ કરવા છતા યોગ્ય પ્રતિભાવ, પ્રત્યુતર આરોપીઓ તરફથી ન મળતા આરોપીઓને ડીમાન્ડ નોટીસ પાઠવવા છતા ફરીયાદીનું લેણું ન ચુકવતા અને નોટીસનો ઉડાવ જવાબ આપતા પ્રથમથી જ ફરીયાદીનું લેણું ડુબાડવાનો બદ ઇરાદ  ધારણ કરી આરોપીઓએ ધી નેગોશીયેબલ ઇન્સ્ટુમેન્ટ એકટ અન્વયે ગંભીર પ્રકારનો ગુનો કરેલ હોવાથી આરોપીઓ ૧. માય મની સોલ્યુસન ર.ચીરાગ વસંતભાઇ મહેતા ૩. ઇન્દ્રજીતસિંહ સુરપાલસિંહ ગોહિલ વિરૂધ્ધ ચેકો રીટર્ન સંબંધે અદાલતમાં બે જુદી જુદી ફરીયાદો દાખલ કરવામાં આવેલ હતી.

ઉપરોકત કામમાં ફરીયાદી પ્રવિણ લુણાગરીયા વતી રાજકોટના જાણીતા એકડવોકેટ સુરેશ ફળદુ, ભુવનેશ શાહી, ચેતન ચોવટીયા, રીપલ ગેવરીયા, પાર્થ સંઘાણી, મંથન વિરડીયા રોકાયેલ હતા.

(4:08 pm IST)