રાજકોટ
News of Tuesday, 23rd February 2021

રાજકીય અખાડો બની ગયેલ...

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ગુણવત્તા તળીયેઃ B ગ્રેડ

કરોડોના ખર્ચે સંશોધનો.. લાખોનો પગાર કટકટાવતા અધ્યાપકો...શાનદાર સુવિધા છતાં નેક મૂલ્યાંકનમાં નાપાસ... A ગ્રેડ છીનવાયો... અનેક સુધારા કરવા અને વિદ્યાર્થી કલ્યાણ પ્રવૃતિઓ શરૃ કરવા પર ભાર

રાજકોટ, તા. ૨૩ :. સૌરાષ્ટ્રનું ઉચ્ચ શિક્ષણધામ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ગુણવત્તા સાવ તળીયે ગઈ છે. અગાઉ એ-ગ્રેડથી પ્રકાશીત થતી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને બી-ગ્રેડ મળ્યો છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને બી ગ્રેડ મળતા છાત્રો - અધ્યાપકોમા નિરાશા છવાઈ ગઈ છે. રાજકીય દ્રષ્ટિકોણથી થતા તમામ નિર્ણયોને કારમે રાજકીય અખાડો બની ગયેલ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને નેક કમિટિ દ્વારા ૨.૪૯ ગુણ મળ્યા છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને બી ગ્રેડ મળવાની સાથે જ લાખો વિદ્યાર્થીઓને ભારે આંચકો લાગ્યો છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ ડો. પ્રતાપસિંહ ચૌહાણ અને વર્તમાન કુલપતિ ડો. નીતિનભાઈ પેથાણીના ૨૦૧૪થી ૨૦૧૯ના કાર્યકાળ દરમિયાન થયેલ કાર્યોની ગંભીર નોંધ નેક કમિટિએ લીધી છે.

કરોડોના ખર્ચે સંશોધનો તેમજ દર મહિને લાખો રૃપિયાના પગાર કટકટાવતા અધ્યાપકોની કાર્યદક્ષતા સામે સવાલો ઉભા થયા છે. વિદ્યાર્થી કલ્યાણની પ્રવૃતિ ઓછી હોવાનું નેક કમિટિએ નોંધ્યુ છે.

નેક કમિટિ દ્વારા બી ગ્રેડ મળતા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સોપો પડી ગયો છે.

(4:32 pm IST)