રાજકોટ
News of Tuesday, 23rd February 2021

રાજકોટ શહેરના ૧૮ વોર્ડની ૭૨ બેઠકો પૈકી ૬૮ બેઠકો ઉપર ભાજપની જીત : ૪ બેઠકો પર કોંગ્રેસ વિજ્ય

રાજકોટ , તા . ૨૩ : રાજકોટ મહાનગરપાલિકાની યોજાયેલ ચૂંટણી અન્વયે આજે ચૂંટણી ઓક્ઝર્વરશ્રી મનિષા ચંદ્રા તેમજ જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટરશ્રી રેમ્યા મોહનના માર્ગદર્શન નિચે રાજકોટ શહેરના ૬ કેન્દ્રો ઉપર શાંતિપૂર્ણ વાતાવરણમાં મતગણતરી પૂર્ણ થઈ છે . રાજકોટ શહેરના ૧૮ વોર્ડની ૭૨ બેઠકો માટે યોજાયેલ આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને ૬૮ બેઠકો ઉપર જીત મળી છે . જ્યારે ૪ બેઠકો ઉપર કોંગ્રેસ વિજય બની છે . 

રાજકોટમાં 17 વોર્ડમાં ભાજપના 68 ઉમેદવારોને જીત મળી ગઇ છે . જ્યારે કોંગ્રેસે વોર્ડ ન , 15 માં આખી પેનલમાં વિજય મેળવ્યો છે . આથી ભાજપના વિજય રથ પર રોક લગાવવા માટે કોંગ્રેસે માત્ર 4 બેઠક સમ ખાવા પુરતી જીતી છે . વોર્ડ નં .1,2,3 , 4,5,6,7,8,9,10,11,12,13,14,16,17,18 સહિત ભાજપની આખે આખી પેનલનો વિજય થયો છે . રાજકોટમાં કેસરિયો લહેરાતા કાર્યકરો દ્વારા ફટાકડા ફોડી જશ્ન મનાવવામાં આવી રહ્યો છે . 2015 માં કોંગ્રેસને 34 બેઠક મળી હતી અને જીત માટે 4 સીટનું છેટુ હતું .

 

મહાનગરપાલિકાની આ સામાન્ય ચૂંટણીમાં વોર્ડ પ્રમાણે ઉમેદવારોને મળેલ મતની વિગત દર્શાવતું પરિણામ નિચે મુજબ છે .

(7:41 pm IST)