રાજકોટ
News of Thursday, 23rd March 2023

શહિદ દિન નિમિત્તે સુરતના લોકસમર્પણ રક્તદાન કેન્દ્ર સહિત ગુજરાતના જુદા જુદા સ્થળોએ રક્તદાન કેમ્પ યોજાયા : ઈશુદાન ગઢવી , ગોપાલ ઇટાલીયા સહિતનાની ઉપસ્થિતિ

રાજકોટ: આમ આદમી પાર્ટી સુરત દ્વારા  શહિદ દિન નિમિત્તે લોકસમર્પણ રક્તદાન કેન્દ્ર પર રક્તદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં "આપ" ગૂજરાત પ્રદેશ પ્રમુખ  ઈશુદાનભાઈ ગઢવી ,નેશનલ જોઈન્ટ સેક્રેટેરી  ગોપાલભાઈ ઇટાલિયા પ્રદેશ મહામંત્રી  મનોજભાઈ સોરઠીયા ઝોન પ્રભારી  અલ્પેશ કથીરીયા,સુરત મહાનગરપાલિકા વિપક્ષ નેતા ધર્મેશભાઈ ભંડેરી,સુરત શહેર પ્રમુખ મહેન્દ્રભાઇ નાવડીયા ઉપસ્થિત રહ્યા હતા."આપ" ગૂજરાત પ્રદેશ પ્રમુખ  ઈશુદાનભાઈ ગઢવીએ જણાવ્યું હતું કે શહિદ દિન નિમિત્તે આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાતમાં જુદી જુદી જગ્યાએ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓ જોડાયા હતા અને સહિત દિન નિમિત્તે શહિદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી

(7:26 pm IST)