રાજકોટ
News of Monday, 23rd May 2022

રાજકોટ ખાતે પ્રદર્શિત થનાર છત્રપતિ શિવાજી મહારાજના જીવનકવન પર આધારિત “જાણતા રાજા” મહાનાટ્ય

મહાનાટ્યના ૨૫૦ પૈકીના ૧૨૫ કલાકારો રાજકોટના અને ૧૨૫ મહારાષ્ટ્રના કલાકારો સામેલ:અંદાજિત ૫,૦૦૦ લોકો એકસાથે જોઈ શકે તેવી વ્યવસ્થા કરતું જિલ્લા વહીવટી તંત્ર

રાજકોટ:ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ગાંધીનગર, રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર, રાજકોટ અને શિવાજી મહારાજ પ્રસિધ્ધ્ પ્રતિષ્ઠાન દ્વારા "આઝાદીના અમૃત મહોત્સવ" અંતર્ગત છત્રપતિ શિવાજી મહારાજના જીવનકવન આધારિત “જાણતા રાજા” મહાનાટ્યનું આયોજન રેસકોર્સ મેદાન, રાજકોટ ખાતે કરવામાં આવ્યું છે.

  આ મહાનાટ્ય સમારોહના અધ્યક્ષસ્થાને નવસારીના સંસદસભ્ય સી.આર.પાટીલ રહેશે. તેમજ મંત્રીઓ સર્વે જીતુભાઈ વાઘાણી, હર્ષભાઈ સંઘવી, અરવીંદભાઈ રૈયાણી તથા ભૂતપુર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ઉપસ્થિત રહેશે.

 અતિથી વિશેષ તરીકે મેયર ડો. પ્રદિપભાઈ ડવ, જિલ્લા પંચાયતના પ્રમુખ ભૂપતભાઈ બોદર, સાંસદો સર્વે મોહનભાઈ કુંડારીયા, રમેશભાઈ ધડુક,રામભાઈ મોકરીયા તથા ધારાસભ્યો સર્વે ગોવિંદભાઈ પટેલ,જયેશભાઈ રાદડીયા, કુંવરજીભાઈ બાવળીયા, લાખાભાઈ સાગઠીયા,ગીતાબા જાડેજા, લલીતભાઈ વસોયા, જાવેદ પીરઝાદા મોહમ્મદ, લલીત કગથરા, ઋત્વિકભાઈ મકવાણા ઉપસ્થિત રહેશે.  

અત્રે ઉલ્લેખનિય છે કે, “જાણતા રાજા” એ સમગ્ર એશિયાનું સૌથી મોટુ જીવંત રીતે ભજવાતું મહાનાટ્ય છે. અત્યાર સુધીમાં આ નાટ્યના ૧૦૦૦થી વધુ શો સમગ્ર ભારતમાં ભજવવામાં આવ્યા છે. આ નાટકમાં કુલ ૩૦૦ જેટલા કલાકારો ભાગ લેનાર છે. જેમાંથી ૧૨૫ કલાકારોને રાજકોટના છે અને મહારાષ્ટ્રના ૧૨૫ કલાકારો ભાગ લેનાર છે.

  આ મહાનાટ્યમાં મનુષ્યો સિવાય જીવંત કલાકારોમાં ૧ હાથી, ૬ ઘોડા, ૪ ઉંટ અને ૧ બળદગાડાનો સમાવેશ થાય છે. “જાણતા રાજા” મહાનાટ્ય અંદાજિત ૫,૦૦૦ લોકો એક સાથે જોઈ શકે તેવું આયોજન કરવામાં આવ્યું છે તેમજ ૪ એલ.ઈ.ડી સ્ક્રિનની સુવિધા પણ કરવામાં આવી છે. આ મહાનાટ્ય જોવા આવનાર પ્રજાજનો માટે વાહન પાર્કિંગની વ્યવસ્થા સુવિધા રમેશ પારેખ ઓપન એર થિયેટર નજીક કરવામાં આવી છે. વી.વી.આઈ.પી અને વી.આઈ.પી માટેની એન્ટ્રી અનુક્રમે ફનવર્લ્ડ ગેટ તથા પોલીસ હેડક્વાટર ગેટ પાસેથી રહેશે તેમજ પ્રજાજનોની એન્ટ્રી એરપોર્ટ રોડની સામેના ગેટ ઉપરથી રહેશે.

(10:13 pm IST)