લીમડા ચોકની હોટલમાં દારૂની મહેફીલ માણતા ૩ વેપારી પકડાયા
પ્રનગર પોલીસનો દરોડો : ધ્રુવ, ગાંધીધામના હર્ષ અને વીરેનની ધરપકડ
રાજકોટ,તા. ૨૩: શહેરના લીમડા ચોકમાં પ્રનગર પોલીસે બાતમીના આધારે હોટલમાં દરોડો પાડી દારૂની મહેફીલ માણતા ત્રણ મિત્રોને પકડી લીધા હતા. મળતી વિગત મુજબ શહેરના અલગ અલગ વિસ્તારમાં પોલીસ દ્વારા દારૂ -જુગારની ડ્રાઇવ રાખવામાં આવેલ હોય તે અંતર્ગત પ્રનગર પોલીસ મથકના પી.આઇ. એલ.એલ.ચાવડાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ કે.ડી.પટેલ, હેડ કોન્સ. દેવશીભાઇ, વિજયરાજસિંહ, યુવજરાજસિંહ, કુલદીપસિંહ, અક્ષયભાઇ, મહાવીરસિંહ તથા અશોકભાઇ સહિત પેટ્રોલીંગમાં હતા. ત્યારે કોન્સ. કુલદીપસિંહ, અક્ષયભાઇ અને યુવરાજસિંહને મળેલી બાતમીના આધારે લીમડા ચોકમાં આવેલી મારાસા સરોવર પોટીંગો હોટલમાં દરોડો પાડી દારૂની મહેફીલ માણતા ધ્રુવ અતુલભાઇ ભારદ્વાજ (ઉવ.૨૩) (રહે. કાલાવડ રોડ અંબિકા ટાઉનશીપ સીંધી હાઇટ્સ ૩૦૨), તેના બે મિત્રો હર્ષ પરેશભાઇ ખત્રી (ઉવ.૨૨) અને વિરેન ધર્મેશભાઇ ખત્રી (ઉવ.૨૪) (રહે. ગાંધીધામ આદીપુર પ્લોટ)ને પકડી લઇ દારૂની એક બોટલ, ત્રણ ગ્લાસ તથા વેફર -ચવાણુના પેકેટ કબ્જે કર્યા હતા.