જંકશન પ્લોટમાં ધીમા ફોર્સથી પાણી વિતરણ : લોકો ત્રાહીમામ
આ સમસ્યા ઉકેલવા અનેક વખત વિસ્તારવાસીઓની રજૂઆત છતાં પરિસ્થિતિ જૈસે થૈ : તાકિદે યોગ્ય કરવા માંગ
રાજકોટ તા. ૨૩ : શહેરના જંકશન પ્લોટ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ધીમા ફોર્સથી પાણી વિતરણ થતાં લોકો ત્રાહીમામ પોકારી ઉઠયા છે. આ સમસ્યા તાકીદે ઉકેલવા સામાજિક કાર્યકર્તા યોગેશ માખેચા સહિત વિસ્તારવાસીઓ દ્વારા રજૂઆત કરવામાં આવી છે.
આ અંગે સામાજિક કાર્યકર્તા યોગેશભાઇએ રજુઆતમાં જણાવ્યું હતું કે વોર્ડ નં. ૩ના જંકશન પ્લોટ વિસ્તારમાં સવારે ૮ થી ૧૦ વાગ્યે આવતું પાણી છેલ્લા ઘણાં સમયથી ધીમા ફોર્સથી આવે છે. આ માટે લતાવાસીઓ દ્વારા અનેક ફરિયાદો કરવામાં આવેલ છે અને હજુ આજ દિવસ સુધી પુરા ફોર્સથી પાણી આપવામાં આવતું નથી. સમગ્ર જંકશન પ્લોટ વિસ્તારમાં પુરા ફોર્સથી પાણી પુરૂં પાડવામાં આવે તેવી સામાજીક કાર્યકર્તા યોગેશ માખેચા, વિશ્રાંતીબેન, હંસાબેન, આશાબેન, સાધનાબેન તથા કિરણબેન કારીયા વગેરેની માંગણી ઉઠી છે.