રાજકોટ
News of Friday, 23rd July 2021

વોર્ડ નં. ૭ ના સફાઇ કામદાર નીમુબેનની પ્રમાણિકતા : રોકડ ભરેલું પાકિટ પરત કર્યુ

રાજકોટઃ  મ્યુનિસિપલ કોર્પોરેશન ના વોર્ડ નં ૭ ના કાયમી કામદાર શ્રી નીમુબેન નાથાભાઈ સફાઈ કામગીરી દરમિયાન એસ્ટ્રોન બગીચા પાસે પૈસા ભરેલ પાકીટ મળેલ એ ઈમાનદારી દાખવી વોર્ડ નં ઇન્સ્પેકટર મયૂર ભાઈ પરનાળિયા પાસે આવી જમાં કરાવતા તે પાકીટમાં મોબાઈલ નંબરના આધારે પાકીટ મૂળ માલિક ને બોલાવી ખરાય કરી વોર્ડ ઓફિસમાં પરત કરેલ છે. જે બદલ મૂળ માલિકને પાકીટ મળતા પોતાના ઓરિજનલ ડોક્યુમેન્ટ મળી રૃપિયા મળી જતા રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના કામદારનોે આભાર માન્યો ખુશી ની લાગણી અનુભવી તે વખતની તસ્વીર. 

(4:21 pm IST)