રાજકોટ
News of Thursday, 23rd September 2021

'ધુંઆધાર' એક સસ્પેન્સ થ્રીલર મુવીઃ મલ્હાર ઠાકર

ગુજરાતી ફિલ્મની સ્ટારકાસ્ટ રાજકોટમાં : હિતેનકુમાર પણ ખુબ જ મહત્વની ભૂમિકામાં

રાજકોટઃ  તા.૨૩, કોરોના ના સમયથી ફિલ્મ રસિકો માટે નવી સારી ફિલ્મના ઇંતજારને ખતમ કરાવનારી ફિલ્મ 'ધુંઆધાર'ને જબરદસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે. આ પ્રસંગે લોકોનો આભાર માનવા માટે ફિલ્મ 'ધુંઆધાર'ની આખી ટિમ ગઇ સાંજે રાજકોટ પહોંચી હતી. ફિલ્મ ના મુખ્ય અભિનેતા  ગુજરાતી દિલો પર રાજ  કરનારા મલ્હાર ઠાકર એ ફિલ્મ વિશેની ઘણીબધી રસપ્રદ વાતો મીડિયા પત્રકારો સાથે શેર કરી હતી. તેઓએ જણાવેલ કે આ ફિલ્મ રોમાન્સ , સસ્પેન્સ અને થ્રિલરની અનુભૂતિ કરાવનારી આ ફિલ્મનું ટ્રેલર જોઈને જ લોકોને ફિલ્મ જોવાની ઈચ્છા થઇ જાય તેવું છે.

આ ફિલ્મ ના ડાયરેકટર રેહાન ચૌધરી અને પ્રોડ્યુસર કમ એકટર  રાજેશ ઠાકર  તેમજ અલિશા પ્રજાપતિ, ડિમ્પલ બિસ્કિટવાલા, નેત્રી ત્રિવેદી, દીપ ધોળકિયા સહીત ના સ્ટારકાસ્ટ એ ફિલ્મ ને જબ્બરદસ્ત પ્રતિસાદ આપવા બદલ પ્રેસ કોન્ફરન્સ થકી બધાનો આભાર માન્યો હતો. આર એન્ડ બી ગ્લાસ ઇન્ડસ્ટ્રીઝના આશિષભાઇ ભુતા તેમજ રાઘવ ટેકનોલોજીના તેજસભાઈ વાછાણીએ  આયોજન તેમજ ક્રિએટ ઇન્ડિયા એડવર્ટાઇઝિંગના પ્રશાંત જોશી અને મૌલિક જોશીએ પણ આ આયોજનને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.

 ફિલ્મ વિષે વધું માહિતી આપતા ફિલ્મના કલાકાર મલ્હાર ઠાકર એ જણાવ્યું  હતું કે આ એક સસ્પેન્સ ફિલ્મ છે, આ ફિલ્મના હીરો મલ્હાર ઠાકરનું પાત્ર એક બોકસર તરીકે નું છે. ફિલ્મમાં તેમનું નામ 'આરવ' છે, આ બોકસર આરવથી એક મોટી ભૂલ થઇ જાય છે. તેનાથી એક એકિસડન્ટ થઇ જાય છે. જેમાં બાઈક સવાર મૃત્યુ પામે છે, અને ત્યાર થી શરુ થાય છે, એ જબ્બરદસ્ત સસ્પેન્સ અને થ્રિલર સ્ટોરી. એકિસડન્ટ  થવાના લીધે, ટેન્શનમાં આવેલા આરવે, તે બાઈક સવારની લાશ નદીમાં ફેંકી દે છે. ત્યારબાદ એન્ટ્રી થાય  છે. ગુજરાતી ફિલ્મના સિનિયર અને લોકપ્રિય અભિનેતા હિતેનકુમારની, તેઓે આ ફિલ્મમાં એક સખત પોલીસમેનનું પાત્ર નિભાવ્યું છે. ફિલ્મમાં બંને હીરોની એન્ટ્રીમાં જ લોકોએ સીટીઓ  પાડીને આ ફિલ્મને વધાવી લીધી છે.

  ફિલ્મના નિર્દેશક રેહાન ચૌધરી ને જયારે પૂછવામાં આવ્યું કે શું ધુંઆધારનો પાર્ટ ૨ આવશે? ત્યારે મલ્હાર ઠાકર અને રેહાન ચૌધરીએ હસતા હસતા જણાવ્યું કે એ તો તમેં ફિલ્મ નિહાળશો ત્યારે જ ખબર પળશે.   કોરોનાને ગુડબાય કરી ને ફરી એકવાર થિયેટરમાં લોકો આવ્યા હતા. ધૂઆંધાર ફિલ્મની થિયેટરમાં પ્રસ્તુતિ થતા લોકોમાં એક અનેરો આનંદ દેખાઈ રહ્યો હતો.  (તસ્વીરઃ સંદીપ બગથરીયા) 

(3:37 pm IST)