સ્ત્રી અત્યાચારના ગુન્હામાં બેવર્ષથી ફરાર અલાઉદ્દીનને ક્રાઇમ બ્રાંચે ઝડપી લીધો
રાજકોટ તા.ર૩ : શહેરના મહિલા પોલીસ મથકમાં નોંધાયેલ સ્ત્રી અત્યાચારનાગુન્હામાં બે વર્ષથી ફરાર શખ્સને ક્રાઇમ બ્રાંચની ટીમે ગ્રીનલેન્ડ ચોકડી પાસેથી પકડી લીધો હતો.
મળતી વિગત મુજબ શહેરમાંજુદા-જુદા વિસ્તારમાં નાસત ફરતા આરોપીઓને પકડી પાડવા માટે પોલીસ કમિશ્નર શ્રીમનોજ અગ્રવાલે સૂચના આપતા ક્રાઇમબ્રાંચના પી.આઇ.વી.કે. ગઢવીના માર્ગદર્શનહેઠળ પી.એસ.આઇ. પી.એમ. ધાખડા, હેડ કોન્સ. મયુરભાઇ, અમીતભાઇ, વિરેન્દ્રસિંહ, સિધ્ધરાજસિંહ નગીનભાઇ, સંજયભાઇ, પ્રદીપસિંહ, મહેન્દ્રસિંહ તથા જયદીપસિંહ સહિત પેટ્રોલીંગમાં હતા. ત્યારે મયુરભાઇ પટેલ, તથા નગીનભાઇ ડાંગરને મળેલી બાતમીના આધારે કુવાડવા રોડ ગ્રીનલેન્ડ ચોકડી પાસેથી અલાઉદ્દીન અલ્લારખાભાઇ ભાયાણી (ઉ.પ૩) (રહે. રખડતો ભટકતો તથા રતનપર શકિતનગર ઢોરા ઉપર સુરેન્દ્રનગર) ને પકડી લીધો હતો. તે મહિલા પોલીસ મથકમાં નોંધાયેલ સ્ત્રી અત્યાચારના ગુન્હામાં બે વર્ષથી ફરાર હતો.