રાજકોટ
News of Friday, 23rd September 2022

સોમનાથ -ગુણાતીતનગર વિસ્‍તાર પેવિંગ બ્‍લોકથી મઢાશે : મંજુરી

વોર્ડ નં. ૯ના કોર્પોરેટર જીતુભાઇ કાટોળીયા, આશાબેન ઉપાધ્‍યાય તથા દક્ષાબેન વસાણી સ્‍ટેન્‍ડિંગનો આભાર વ્‍યકત કર્યો

રાજકોટ,તા. ૨૨ : ‘સૌનો સાથ સૌનો વિકાસ', વોર્ડ નં.૦૯માં આવેલ જુદા-જુદા વિસ્‍તારોમાં વિવિધ રૂ.૫૨.૯૯ લાખનાં વિકાસના કામો સ્‍ટેન્‍ડિંગ કમિટીમાં મંજૂર કરતા વોર્ડ નં.૦૯ના કોર્પોરેટર જીતુભાઈ કાટોળીયા, આશાબેન ઉપાધ્‍યાય, દક્ષાબેન વસાણી દ્રારા સ્‍ટેન્‍ડિંગ કમિટી ચેરમેન પુષ્‍કરભાઈ પટેલ તથા સ્‍થાયિ સમિતિના સભ્‍યોનો આભાર વ્‍યકત કરેલ.
વોર્ડ નં.૦૯ના કોર્પોરેટરે જણાવેલ કે વોર્ડ નં.૦૯માં આવેલ સોમનાથ સોસાયટી-૨ જનભાગીદારીથી રસ્‍તાના સાઈડ સોલ્‍ડરમાં ઈન્‍ટરલોકીંગ પેવીંગ બ્‍લોક નાખવાના કામે રૂ.૨૨.૪૧ લાખ તથા ગુણાતીતનગર ટી.પી.રોડ પર રસ્‍તાના સાઈડ સોલ્‍ડરમાં ઈન્‍ટરલોકીંગ પેવીંગ બ્‍લોક નાખવાના કામે રૂ.૩૦.૫૮ લાખના કામ કરાવવું જરૂરી હોય. તે માટે વોર્ડ નં.૦૯નાં કોર્પોરેટરશ્રીઓને ધ્‍યાને આવતા આ માટે રજુઆત કરવામાં આવેલ જેનાં અનુસંધાને મ્‍યુનિસિપલ કમિશનરશ્રીએ સ્‍થાયિ સમિતિમાં દરખાસ્‍ત રજુ કરેલ. આજ રોજ સ્‍ટેન્‍ડિંગ કમિટીની મિટીંગમાં વોર્ડ નં.૦૯નાં જુદા-જુદા રૂ.૫૨.૯૯ લાખનાં વિકાસનાં કામો મંજૂર કરવા બદલ વોર્ડ નં.૦૯ના કોર્પોરેટર જીતુભાઈ કાટોળીયા, આશાબેન ઉપાધ્‍યાય, દક્ષાબેન વસાણી દ્રારા સ્‍ટેન્‍ડિંગ કમિટી ચેરમેન પુષ્‍કરભાઈ પટેલ તથા સ્‍થાયિ સમિતિના સભ્‍યોનો આભાર વ્‍યકત કરેલ. આ કામગીરી થતાં આ વિસ્‍તારનાં લોકોની પાયાની જરૂરીયાતના પ્રશ્નો મહદ અંશે હલ થશે.

 

(3:02 pm IST)