રાજકોટ
News of Friday, 23rd September 2022

કલબ યુવી નવરાત્રી મહોત્‍સવઃ ૧૦ હજાર ખેલૈયાઓ ધુમ મચાવશે

સેકન્‍ડ ૧૫૦ ફૂટ રીંગરોડ પર રાધિકા ફાર્મ ખાતે ૧૮ હજાર વાર જગ્‍યામાં જાજરમાન આયોજન

રાજકોટ :રાજકોટ શહેરમાં કલબ યુવીની નવરાત્રી અલગ અંદાઝથી ભવ્‍યાતિભવ્‍ય, અદ્‌ભુત આયોજન કરવામાં આવે છે, ૧૧ વર્ષની સફળતા બાદ કલબ યુવી નવરાત્રી મહોત્‍સવ -ર૦રરની તડામાર તૈયારીઓ શરૂ થઈ ચુકી છે. ૧૪ માં વર્ષે ૧૦ હજાર ખેલૈયાઓ ટ્રેડીશ્‍નલ ડ્રેસમાં નવરાત્રી મહોત્‍સવ માણે તે માટેનું જાજરમાન આયોજન થયું છે.  શહેરમાં સેકન્‍ડ ૧પ૦ ફુટ રીંગ રોડ પર રાધીકા ફાર્મ ખાતે સ્‍પીડવેલ પાર્ટી પ્‍લોટથી આગળ વિશાળ મેદાનમાં સમગ્ર નવરાત્રી મહોત્‍સવ યોજાશે.

સૌરાષ્‍ટ્રના પાટીદાર પરીવારનું પાટનગર એટલે રાજકોટ, સમગ્ર સૌરાષ્‍ટ્રમાં ક્રિકેટ સ્‍ટેડીયમ જેવી ભવ્‍ય સીટીંગ વ્‍યવસ્‍થા સાથે નવરાત્રીનું પારીવારીક આયોજન કરતી સંસ્‍થામાં કલબ યુવી મોખરાનું સ્‍થાન ધરાવે છે, રાજકોટના સેકન્‍ડ ૧પ૦ ફુટ રીંગ રોડ પર રાધીકા ફાર્મ ખાતે કલબ યુવી દ્વારા તા. ર૬-૯ થી ૦૪-૧૦ દરમ્‍યાન રાજકોટના આંગણે પારીવારીક માહોલમાં યોજાનારા નવરાત્રી મહોત્‍સવની સમગ્ર પાટીદાર સમાજ દ્વારા એક પર્વ તરીકે ઉજવણી થશે.

જગત જનનીની ઉપાસના માટે પ્રાચીન સંસ્‍કૃતીને ધબકતી રાખવા માટે કલબ યુવી દ્વારા સતત ૧૪માં વર્ષે અનેરૂ આયોજન થઈ રહયુ છે. કલબ યુવી નવરાત્રી મહોત્‍સવ અંગે માહીતી આપતા કલબ યુવીના ચેરમેન મૌલેશભાઈ ઉકાણી તથા વાઈસ ચેરમેન સ્‍મિતભાઈ કનેરીયાએ જણાવ્‍યુ હતુ કે રાજકોટના અર્વાચીન રાસોત્‍સવમાં નવી પરંપરાની પહેલ કરનાર કલબયુવી દ્વારા સતત ૧૪માં વર્ષે પાટીદાર પરિવાર માટે નવરાત્રી મહોત્‍સવનું જાજરમાન આયોજન કરવામાં આવ્‍યુ છે. કલબ યુવીના નવરાત્રી મહોત્‍સવની તમામ તૈયારીઓ કલબ યુવીની ૧૦૮ની ટીમ દ્વારા તડામાર તૈયારીઓ શરૂ થઈ ચુકી છે. માતાજીની આરાધના સાથે સંપુર્ણ પારીવારીક માહોલમાં નવરાત્રીમહોત્‍સવ ઉમિયા માતાજી મંદિર સિદસર પ્રેરીત યોજાય તેવુ આયોજન કરવામાં થયું છે.

કલબ યુવી નવરાત્રી મહોત્‍સવ અંગે કલબ યુવીના ચેરમેન મૌલેશભાઈ ઉકાણી, વાઈસ ચેરમેન સ્‍મિતભાઈ કનેરીયા, કન્‍વીનર કાંતીભાઈ ઘેટીયા, ડાયરેકટરો એમ.એમ.પટેલ, શૈલેષ માકડીયા,  જવાહરભાઈ મોરી, જીવનભાઈ વડાલીયા, મનસુખભાઈ ટીલવા, તેમજ કલબ યુવીની કોર કમીટીના પુષ્‍કરભાઈ પટેલ (રા.મ્‍યુ.કો. સ્‍ટેન્‍ડીંગ કમીટીના ચેરમેન), સુરેશભાઈ ઓગણજા, બીપીનભાઈ બેરા, સંદિપભાઈ માકડીયા, પ્રફુલભાઈ કાથરોટીયા, અજયભાઈ દલસાણીયા, આશીષ વાછાણી, રેનીશ માકડીયા કલબ યુવીના મીડીયા કોર્ડીનેટર રજનીભાઈ ગોલ, વિગેરે આજે સાંધ્‍ય દૈનીક મુલાકાત લઈ વિવિધ માહીતીઓ આપી હતી.

નવરાત્રી મહોત્‍સવમાં ૧૦ હજાર ખૈલૈયાઓ રમી શકે અને ૩૦ હજાર દર્શકો વિવિધ કેટેગરીમાં બેસીને નવરાત્રીનો આનંદ માણી શકે તેવું આયોજન કરાયુ છે. કલબ યુવીના નવરાત્રી મહોત્‍સવમાં ખેલૈયાઓ માટે ૧૮ હજાર વાર જગ્‍યામાં સમથળ મેદાન મહેમાનો-આમંત્રીતો માટે ખાસ ૬ ગેલેરી, સ્‍પોન્‍રશીપ કંપની માટે ર૩ થી વધુ પેવોલીયન તથા દર્શકો માટે બેઠક વ્‍યવસ્‍થા, આર્કષક લાઈટીંગ ટાવર તથા ગ્રાઉન્‍ડની મધ્‍યમાં પ૦ ફુટની એલ.ઈ.ડી. થી સજજ મિકસર સ્‍પેસ તેમજ મેઈન સ્‍ટેજ ફરતે રાઉન્‍ડ એલ.ઈ.ડી. સ્‍ક્રીન ફોરમેટથી સજાવટ થશે. કલબ યુવી નવરાત્રીમાં ગ્રાઉન્‍ડમાં કયાંય પણ બેનર ની જગ્‍યાએ ૩પ૦૦ ફુટ જેટલી એલ.ઈ.ડી. દ્વારા સજાવટ કરવામાં આવી છે. જે આકર્ષણનું કેન્‍દ્ર બની રહેશે. સમગ્ર ઈવેન્‍ટનું લાઈવ પ્રસારણ વેબસાઈટ WWW.CLUBUV.INપર  થશે.

તદઉપરાંત ગેલેકસી મંડપ દ્રારા ખાસ લાઈટીંગ સ્‍ટેજ આકર્ષણ જમાવશે. ખેલૈયાઓની સુવિધા માટે મેદાનમાં ટુ લેયર કારપેટ બિછાવવામાં આવી છે. કલબ યુવી દ્રારા સંસ્‍કારી, સુરક્ષીત, અને ભકિતસભર નવરાત્રી મહોત્‍સવ માં મા શકિતની ઉપાસના ના પર્વની સહીયારી ઉજવણી થશે. કમલ સાઉન્‍ડ દ્વારા દોઢ લાખ વોલ્‍ટની વખીની જેબીએલની ડબલ લાઈન એરર હાઈટેક સાઉન્‍ડ સીસ્‍ટમ્‍સ, ઓરકેસ્‍ટ્રા  ફુડઝોન કેન્‍ટીન, ઈન્‍ટરનલ પાર્કીગ, તથા ટાઈટ સીકયોરીટી સહીતનું પ્‍લાનીંગ અમલી બનાવ્‍યું છે. આધુનીક ટેકનોલોજીના યુગમાં કલબ યુવી દ્વારા ટેકનોલોજીનો ઉપયોગ સૌરાષ્‍ટ્રમાં પ્રથમવાર ખૈલૈયાઓ માટે બારકોડ એન્‍ટ્રી પાસ બનાવાયા છે.

કલબ યુવી નવરાત્રી મહોત્‍સવમાં મયુર બુધ્‍ધદેવ, રાજવી શ્રીમાળી, અક્ષિલ પાટીલ, જલ્‍પા જુલિયન, અવનીબેન પીઠડીયા, શહેનાઈ વાદક નિલેષ ધુમાલ, વાયોલીન સાગર બારોટ, ગીટાર હિરેન પીઠડીયા, બેન્‍જો અમરશીભાઈ, ઓકટોપેડ ફિરોજભાઈ, રીધમીસ્‍ટ તરીકે નાસીર ખયાર, મ્‍યુઝીક એરેજમેન્‍ટ માં અંકુર ભટ્ટ, સાઉન્‍ડ એન્‍જીનીયર શ્રેય કોટેચા સહીતના કલાકારો તથા કોરસ ગુ્રપ ટીમ ધીરૂભાઈ નાદપરા, જયેશભાઈ પનારા, બીપીનભાઈ ધુડેસીયા, ડો.ભરતભાઈ  ઘેટીયા, મગનભાઈ સંતોકી, પ્રશાંતભાઈ, મમતાબેન ધોડાસરા, કાજલબેન કાસુન્‍દ્રા, દક્ષાબેન માકડીયા, જ૯પાબેન હર્ષાબેન સહીતનો ૪૦ કલાકારોનો કાફલો કલબયુવી ટીમના મ્‍યુઝીક કોર્ડીનેટર સુરેશભાઈ જાવીયાનું છે.

કલબ યુવીની આ પારીવારીક નવરાત્રી મહોત્‍સવ -ર૦રર ખેલૈયાના પાસ તેમજ ફોર્મનું વિતરણ કલબ યુવી કાર્યાલય નક્ષત્ર હાઈટસ્‌ નક્ષત્ર-૩, રૈયા ટેલીફોન એક્ષચેન્‍જ સામે, ૧પ૦ ફુટ રીગ રોડ (મો. ૯૪૦૮ર ૭૧૪પ૧)  પુષ્‍કરભાઈ પટેલ હરીભાઈ પટેલનું કાર્યાલય પંચવટી મેઈન રોડ (ફોનઃ ર૪૩૩૦૦૦), શિતલ ટ્રાવેલ્‍સ પંચાયત નગર(મો. ૯૮રપ૦ ૭૭૪પ૬) રૂપ બ્‍યુટી શોપ સ્‍વામીનારાયણ ચોક (મો. ૯૪ર૮૮ ૯૩૮૮૭) ક્રિષ્‍ના ઝેરોક્ષ સરદાર નગર મેઈન રોડ (મો. ૯૮ર૪પ ર૯૭૦૧), ક્રિષ્‍ના કેન્‍ડી સૂવર્ણભૂમી સ્‍પીડવેલ ચોક (મો. ૯૯૯૮પ ૪ર૧૬પ),  રાધે પ્રવિઝન સ્‍ટોર ગાંધી સ્‍કૂલ નાનામૌવા રોડ (મો. ૯૪ર૬૯ પ૪ર૩૯), ઉમિયાજી પાન યોગેશ્‍વર પાર્ક (મો.૯૮રપર ૪૧૩૧પ) ડી-લાઈટ ફ્રેન્‍સી ઢોસા અંબીકા ટાઉનશીપ (મો. ૯૮ર૪ર ૯૯૪૩ર), શ્રી નાથ બ્‍યુટી શોપ, પ્રદ્યુમન એપા. આલાપ હેરીટેજ સામે (મો. ૮૧૪૧૪ રરપ૯૯), પટેલ પાન એન્‍ડ કોલ્‍ડીંકસ ક૯પવૃક્ષ કોમ્‍પલેક્ષ સીલ્‍વર-ગોલ્‍ડ રેસીડેન્‍સી (મો. ૯૮૯૮ર ૮૧૬૦૭) પર મેળવી શકાશે તેમ કલબ યુવીના મીડીયા કો-ઓર્ડીનેટર રજનીભાઈ ગોલે જણાવ્‍યુ છે. તસ્‍વીરમાં અકિલા પરિવારના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રા સાથે કલબ યુવીના કન્‍વીનર કાંતીભાઈ ઘેટીયા, ડાયરેકટરો શૈલેષભાઈ માકડીયા, જીવનભાઈ વડાલીયા, મનસુખભાઈ ટીલવા, તેમજ કલબ યુવીની કોર કમીટીના સુરેશભાઈ ઓગણજા, બીપીનભાઈ બેરા, સંદિપભાઈ માકડીયા, પ્રફુલભાઈ કાથરોટીયા, અજયભાઈ દલસાણીયા, આશીષ વાછાણી, કલબ યુવીના મીડીયા કોર્ડીનેટર રજનીભાઈ ગોલ નજરે પડે છે.(તસ્‍વીરઃ સંદીપ બગથરીયા)

 

અર્વાચીન યુગમાં પ્રાચીન પરંપરાને ધબકતી રાખવાનો હેતુઃ મૌલેશભાઈ પટેલ

રાજકોટઃ કલબ યુવીના ચેરમેન મૌલેશભાઈ ઉકાણીના જણાવ્‍યા મુજબ સાંસ્‍કૃતિક કલબ ‘કલબ યુવી'ની સ્‍થાપના પાછળ સહીયારા પુરૂષાર્થ થકી પારીવારિક માહોલનું નિર્માણ કરવાનો હેતુ છે. આનંદ ઉલ્લાસ સાથે વિવિધ પ્રસંગોને માણવાની સાથોસાથ મહાશકિત સમી મા ઉમિયાના ચરણોમાં  પૂજાના પાવન અવસરે વંદન કરતા દિવ્‍ય પર્વ પ્રાગટય સમાન મહાઆરતીનું આયોજન કરાય છે. અર્વાચીન યુગમાં પણ પ્રાચીન પરંપરાને ધબકતી રાખવાને સાથોસાથ સમાજ શ્રેષ્‍ઠીઓ, વડીલો અને પરિવારજનોની ઉપસ્‍થિતિ વચ્‍ચે જ બાળકો અને યુવાનો નવરાત્રી મહોત્‍સવને માણે તેવા અનોખા આયોજનને સફળ કરવામાં છેલ્લા ૧૨વર્ષથી કલબ યુવીને સફળતા મળી છે. કડવા પાટીદારોની આસ્‍થાના કેન્‍દ્ર ઉમિયા માતાજી મંદિર સિદસર પ્રેરીત કલબ યુવી મહોત્‍સવ સંસ્‍કારી સુરક્ષીત અને ભકિતસભર વાતાવરણમાં યોજાશે.

(3:42 pm IST)