રાજકોટ
News of Friday, 23rd September 2022

મોરબીના કોયલી પાસે ટ્રેકટરે બાઇકને ઉલાળી દેતાં એમપીના દિનેશનું મોત

રાજકોટ હોસ્‍પિટલમાં દમ તોડયોઃ સાથેના ૧૨ વર્ષના માસીયાઇ ભાઇનો મુંઢ ઇજા સાથે બચાવઃ માસીની ઘરે જતી વખતે બનાવ

રાજકોટ તા. ૨૩: મોરબીના કોયલી ગામ નજીક સાંજે ટ્રેકટરની ઠોકરે બાઇક ચડી જતાં મુળ મધ્‍યપ્રદેશના યુવાનનું મોત નિપજ્‍યું હતું. જ્‍યારે તેના બાર વર્ષના માસીયાઇ ભાઇનો મુંઢ ઇજાઓ સાથે બચાવ થયો હતો.
જાણવા મળ્‍યા મુજબ કોયલી ગામે રહેતો અને વાડી વાવવાની મજૂરી કરતો દિનેશ જોરસીંગભાઇ મહેરા (ઉ.વ.૨૨) સાંજે આઠેક વાગ્‍યે વાડીએથી માસીના દિકરા પરમીલ આબેસીંગ મહેરા (ઉ.વ.૧૨)ને બાઇકમાં બેસાડી માસીના ઘરે જવા નીકળ્‍યો ત્‍યારે કોયલી ગામ નજીક ટ્રેકટરની ઠોકરે ચડતાં બંને ફંગોળાઇ ગયા હતાં. જેમાં પરમીલનો મુંઢ ઇજા સાથે બચાવ થયો હતો. દિનેશને ગંભીર ઇજા થતાં મોરબી સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ મોડી રાતે દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.
તે બે ભાઇમાં મોટો હતો અને કોયલી ગામે પત્‍નિ સાથે રહી ખેત મજૂરી કરતો હતો. તેને સંતાનમાં બે પુત્ર છે. હોસ્‍પિટલ ચોકીના કલ્‍પેશભાઇ સરવૈયાએ મોરબી તાલુકા પોલીસને જાણ કરી હતી.

 

(11:38 am IST)