રાજકોટ
News of Friday, 23rd September 2022

કાલે સિંધી સમાજ દ્વારા વેલકમ નવરાત્રી મહોત્‍સવ

સમાજમાં એકતા અને સંપ વધે તે હેતુ સાથે

રાજકોટ : સિંધી સમાજ દ્વારા સમાજની એકતા અને સંપ વધે તથા સમાજના બાળકો પોતાના પરીવારજનો સાથે રહીને ગરબા રમી શકે તેવા હેતુથી સિંધી સમાજ દ્વારા આયોજીત વેલકમ નવરાત્રી મહોત્‍સવ ૨૦૨૨ તા. ૨૪ના શનિવારે વિરાણી સ્‍કુલ ગ્રાઉન્‍ડ, ટાગોર રોડ ખાતે વેલકમ નવરાત્રી મહોત્‍સવનું આયોજન કરાયુ છે.

આ મહોત્‍સવમાં આશરે ૧૫૦ ખેલૈયાઓને લાખેણા ઈનામો આપવામાં આવશે. સમાજના બાળકોને પ્રોત્‍સાહન મળી રહે તેવા હેતુથી કોન્‍સોલેશન ઈનામો પણ આપવાના છે.

આયોજક કમીટીના લીલારામ પોપટાણી, બ્રીજલાલ સોનવાણી, જગદીશભાઈ મંગનાણી, દીલીપભાઈ આસવાણી, મોહન ચૌધરી, સોનુભાઈ હિન્‍દુજા, જગદીશભાઈ મંદાણા, પરેશ દુલાણી, નીમુભાઈ ક્રીપલાણી, રાકેશભાઈ ચાંદ્ર, મનીષ માખીજા, તથા દુર્ગેશ જી. ધનકાણી, હિંમતભાઈ ક્રિષ્‍નાણી, હરેશભાઈ હરીયાણી વિ. જહેમત ઉઠાવી રહ્યા છે. (તસ્‍વીરઃ સંદિપ બગથરીયા)

(3:30 pm IST)