રાજકોટ
News of Friday, 23rd September 2022

બેંકની બોગસ એનઓસીના આધારે ૯.પ૦ લાખ ચડત લેણાવાળી કાર ઉપર ફાયનાન્‍સ મેળવવાનો પ્રયાસ !

જાગૃત નાગરીકે પોલીસમાં અરજીઃ ગુન્‍હો નોંધવા માંગણી

રાજકોટ, તા., ૨૩: જંકશન પ્‍લોટ ગાયકવાડી-૩માં રહેતા અને જમીન-મકાન લે-વેચનું કામ કરતા નાગેશસિંહ શેખરસિંહ ચૌહાણે બેંકની બોગસ એનઓસીના આધારે  કાર ઉપર લાખોની ચડત લોન હોવા છતાં ફાયનાન્‍સ મેળવવાનો પ્રયાસ કરનાર ટોળકી સામે ગુન્‍હો નોંધવા પોલીસ કમિશ્નરશ્રીને લેખીત અરજી કરી માંગણી કરી છે.
અરજીમાં અપાયેલી વિગત મુજબ તા. ર૦મીના સાંજે ૬.૦૦ વાગ્‍યા આસપાસ ગઢવી નામના વ્‍યકિતએ ફોન કરી મારા મિત્રની કાર ઉપર ફાયનાન્‍સ જોઇએ છે તેવી વાત કરી હતી. જીજે-૪-ડીએ-૩૪૧૪ નંબરની  સીઆઝ કાર ઉપર કોઇ પણ પ્રકારની લોન નથી તેવી બેંકની એનઓસી દેખાડવામાં આવી હતી. આ ડોકયુમેન્‍ટ બારામાં અરજદાર નાગેશસિંહે ક્રોસ વેરીફીકેશન કરતા કાર ઉપર ૯,૪૯, ર૧૮ ના હપ્તા ચડત હોવાનું ખુલ્‍યું હતું. આમ ફાયનાન્‍સ મેળવવા રજુ કરાયેલી એનઓસી ખોટી હોવાનું બહાર આવ્‍યું હતું. આ અંગે પોલીસ કમિશ્નર શ્રીને સંબોધી થયેલી અરજીમાં ગુન્‍હો નોંધવા માંગણી કરવામાં આવી છે.

 

(3:44 pm IST)