રાજકોટ
News of Friday, 23rd September 2022

રામનાથપરાની ગરૂડની ગરબીનું આકર્ષણ આજેય અકબંધ

સુંદરભાઇએ લાકડાનો ગરૂડ બનાવી ગરબીને આપેલો : બાળાઓ ગરૂડમાં સવારી કરી ગરબી ચોકમાં ઉતરે છે : ‘‘જોકર'' અને ‘‘બંદર'' ના જીવંત પાત્રો બધાને મનોરંજન કરાવે છે : ‘‘જય અંબે રામનાથપરા ગરબી મંડળ'' ની ટીમ દ્વારા થતી શકિત આરાધના

રાજકોટ, તા. ર૩ :  સમગ્ર વિશ્વના હિન્‍દુઓ માતાજીનું આરાધનાનું મહાપર્વ નવલા નોરતાના આગમનની તૈયારીઓમાં લાગી ગયા છે.

સૌરાષ્‍ટ્રના રાજકોટ શહેરમાં ઘણીબધી પ્રાચીન ગરબીઓ થાય છે, તેમાંની પ્રચલિત ગુરૂડ ગરબી રાજકોટના રામનાથપરા વિસ્‍તારમાં આશરે ૧રપ વર્ષથી પણ પહેલાથી થઇ રહી છે. રામનાથપરા વિસ્‍તારમાં માતાજી અંબામાંનો ગઢ છે. પહેલા ગઢ પર સિપાહીઓ રાજકોટની રખેવાળી કરવા બેસતા. ત્‍યા માં અંબાની સ્‍થાપના કરવામાં આવેલી ત્‍યારથતી ગરબી રમાડવામાં આવે છે. ફાન્‍સ લઇને ગરબી રમાડવામાં આવતી.

વર્ષ ૧૯૪૭માં સુંદરભાઇ નામના એક કારીગરે લાકડાનું એક ગરૂડ બનાવી આપેલું ત્‍યારથી આ ગરૂડ ગરબીનું આકર્ષણ બન્‍યું છે. પહેલા ફકત ભગવાનના પાત્રો બનેલા પાત્રોને ગરૂડમાંથી નીચે ઉતારવામાં આવતા ત્‍યારબાદ ગરબીની બાળાઓને અને ત્‍યારબાદ દર્શને આવેલા બાળકોને ઉતારવામાં આવે છે.

રામનાથપરામાં શ્રી જય અંબે ગરબી મંડળ (ગરૂડ ગરબી) દ્વારા વિશેષ સ્‍ટેજ બનાવવામાં આવશે, માતાજીના ગઢને શણગારવામાં આવશે. તેમજ ગરૂડને પણ વાઘાથી શણગારવામાં આવશે. આખ રોડ પર લાઇટીંગ ડેકોરેશન તેમજ ભગવાધ્‍વજ લગાડવામાં આવશે.

ગરૂડ ગરબીમાં ગરબીની ૩૭ બાળાઓ સૌ પ્રથમ સ્‍વાગતમાં માં-અંબા જોગણી સ્‍વરૂપ ગરૂડમાંથી ઉતરી હુડોરાસ, નડિયાદી કુદેડી રાસ, ત્રિશુલરાસ, મશાલ રાસ, સ્‍ટેચુય રાસ, ધુમડા રાસ, સિંધી રાસ રજુ કરે છે. આ વર્ષે સર્વપ્રથમ વખત શ્રી બહુચરાજી રાસ કરવામાં આવશે અને સાથે હજારો લોકોની શ્રદ્ધાથી જે માનતા પુરી કરવા આવે છે તેવો શ્રી રાંદલ માતાજીનો રાસ કરવામાં આવશે.

માતાજીના ગરબાના પ્રખ્‍યાત ગાયકોમાં રતિભાઇ ગમારા તેમજ કિશોરગીરી ગોસ્‍વામી પ્રાચીન ગરબા ગાઇને વાતાવરણને ધાર્મિમકય બનાવે છે. તબલાવાદકોમાં અશોકભાઇ ઢોલી, સુર અને તાલની કલા પાથરી માતાજીની માતાજીના ગુણ લવાશે.

આ ગરબીમાં હવે ‘‘જોકર'' તેમજ ‘‘બંદર''નું આકર્ષણ ઉમેરાયુ છે. જે ભૂલકાઓથી લઇને વડીલો દરેકને પોતાનું મનોરંજન પુરૂ પાડે છે તેમજ હનુમાનજી મહાદેવજેવા જીવંત પાત્રો જોવા મળે છે.

માતાજી સ્‍વરૂપે ૩૭ દિકરીઓને જેમને ભેટ રૂપે એવી વસ્‍તુઓ આપવામાં આવે છે.

સમગ્ર આયોજનને સફળ બનાવવા વિસ્‍તારના સામાજીક અગ્રણી અને ધર્મના કાર્યમાં અગ્રેસર એવા જયેશભાઇ પરમાર અને સહદેવસિંહ ડોડીયા તેમજ ગોવિંદભાઇ ગમારા, સંદીપ ડોડીયા, જયેશભાઇ સરૈયા, હિતેષભાઇ રાધવાણી, વિનુભાઇ જાદવ, કલ્‍પેશ સોની રાજેશ મોટવાણી, દિનેશ પુનવાણી, અજય ભટ્ટી, કલ્‍પેશ ગમારા, રવિ ભટ્ટી, વિકી પુનવાણી, જીગ્નેશ રાધવાણી, સાકળીયા ભાઇ, કમલેશ આસવાણી, કરણ ગમારા, ગૌતમ પરમાર રાજ ગમારા, અંકિત બોસમિયા, ગોપાલ સરૈયા, અજય મકવાણા, હાર્દિક ગોલતર, મનીષ જાદવ, મીત જાદવ, સની ગમારા કાનો, સુરાણી જીતુભાઇ, પ્રદીપ મહારાજ, પ્રભાત ગમારા, કાનાભાઇ, કમલેશ ગમારા, દિનુભાઇ તન્ના, નીરવ સરૈયા, જયકાંત પરમાર જેવા ૧૦૦ થી વધુ કાર્યકર્તાઓ જહેમત ઉઠાવી રહ્યા છે. મહેન્‍દ્રભાઇ અમૃતભાઇ દવે પેઢીઓથી માતાજીની સેવા પૂજા કરી રહ્યા છે.

આ ગરબીની વિશેષ માહિતી માટે ૮૧ર૮૮-૮૮૮૩પ અથવા મો. ૯૯૦૪૩૪૩૭૪૮ ઉપર સંપર્ક કરી શકાશે. તસ્‍વીરમાં ‘‘અકિલા'' ખાતે વિગતો વર્ણવતા જયઅંબે રામનાથપરા ગરબી મંડળના સભ્‍યો નજરે પડે છે. (તસ્‍વીર : સંદિપ બગથરીયા)

(3:44 pm IST)