રાજકોટ
News of Friday, 23rd September 2022

યુનિટી ઓફ લોયર્સ દ્વારા આવતીકાલે વકીલોની રાજકોટથી જડેશ્વર સુધી બુલેટ રેલી

વકીલો દ્વારા પ્રવાસ સહિત વિવિધ કાર્યક્રમોનું આયોજન

રાજકોટ તા.ર૩: રાજકોટ શહેરમાં પ્રેકિટસ કરતા વકીલોઓ દ્વારા આગામી તા.ર૪ ને શનિવારના રોજ ‘‘નાના જડેશ્વર મહાદેવ મંદિર'' ટંકારા-વાંકાનેર રોડ મુકામે એક દિવસના પ્રવાસ સાથે બુલેટ રેલી, વકીલ-સ્‍નેહ ભોજન તેમજ વિવિધ કાર્યક્રમોનુ આયોજક કરવામાં આવેલ છે.
આ પ્રવાસ તથા સ્‍નેહ-ભોજન રાજકોટ શહેરમાં પ્રેકિટસ કરતા તમામ વકીલોઓ માટે પ્રવાસ રાખેલ છે આ પ્રવાસ તથા સ્‍નેહ-ભોજનના કાર્યક્રમમાં આવનાર તમામ વકીલનો માટે રાજકોટ મોચી બજાર કોર્ટ પરિસરમાં સવારે ૭-૩૦ કલાકેથી પ્રવાસન સ્‍થળ ‘‘નાના જડેશ્વર મહાદેવ મંદિર'' ટંકારા-વાંકાનેર રોડ મુકામે બુલેટ/બાઇક રેલી સ્‍વરૂપે તેમજ દ્વારા રવાના થશે.તેઓ સવારે ૯ કલાકે ‘‘તખ્‍ત વિલા'' દિગ્‍જિય નગર, પેડક, વાંકાનેર મુકામે રાજકોટ ના સિનીયર ધારાશાષાી રજનીબા રાણાના નિવાસ સ્‍થાને પપોહશે, જયા વકીલો માટે વાંકાનેરના વતની ધારાશાષાી રજબીના રાણા તથા ધારાશાષાી આશિષ શાહ તરફથી ગરમા-ગરમા ચા-ગાંઠીયા, જલેબી, બટેટા પૌવા તથા કીચુ સહિતની વિવિધ વાનગીઓ સાથેના નાસ્‍તાની વ્‍યવસ્‍થા કરવામાં આવેલ છે. આ પ્રવાસમાં જોડાનાર તમામ વકીલો નાસ્‍તો કરીને સીધા ‘‘નાના જડેશ્વર મહાદેવ મંદિર'' ટંકારા-વાંકોનર રોડ, જડેશ્વર મુકામે પહોંચીને સવારે ૧૦ કલાકે મંદિર પરિસરમાં પ૧-બ્રાહ્મણો તથા અન્‍ય વકીલો દ્વારા જડેશ્વર મહાદેવની પુજા-વિધિ કરી, ધ્‍વજા રોહણ દ્વારા કરવામાં આવશે.
ત્‍યારબાદ યુનિટી ઓફ લોયર્સના કમીટી મેમ્‍બર્સ(૧) તુષારભાઇ બસ્‍લાણી, (ર) ભરતભાઇ હિરાણી  (૩) રાજકુમાર હેરમા (૪) એલ.જે.રાઠોડ (પ) દિવ્‍યેશ આર.મહેતા (૬) અશ્વિન ગોસાઇ, (૭)ડી.બી.બગડા (૮) હિતેન્‍દ્રસિંહ જાડેજા (૯) કમલેશ રાવલ (૧૦) અશ્વિન મહાલિયા વિગેરે દ્વારા પુષ્‍પગુચ્‍છ દ્વારા સ્‍વાગત-સન્‍માન સમારોહ કરવામાં આવશે. ત્‍યાર બાદ બપોરે ૧ર-૩૦ કલાકે ઉપસ્‍થિત તમામ મહેમાનો તથા વકીલઓ સર્વે સાથે સ્‍નેહ-ભોજન કરશે સ્‍નેહ-ભોજનનો કાર્યક્રમ પુર્ણ થયા બાદ બપોરે ર થી સાંજેપ કલાક દરમિયાન વકીલઓ દ્વારા સ્‍વિમિંગ કરવામાં આવશે. સ્‍વિમિંગ પુલમાં વકીલો સ્‍વિમિંગની મજા માણીને આ કાર્યક્રમનું સમાપન કરી સૌ વકીલઓ રાજકોટ મુકામે પરત આવશે.
આ જડેશ્વર પ્રવાસ તથા વકીલ સ્‍નેહ-ભોજનના કાર્યક્રમને સિનિયર-જુનીયર વકીલોનો ખુબ સારો સાથ-સહકાર અને પ્રતિસાદ મળી રહ્યો છે તેમજ આ કાર્યક્રમમાં ૭૦ થી વધુ મલિહા વકીલઓ પણ જોડાશે, હાલ આ કાર્યક્રમમાં હાજર રહેનાર પ૦૦ થી વધુ  વકીલોઓનુ રજીસ્‍ટ્રેશન થઇ ગયેલ છે. આ કાર્યક્રમને ભવ્‍યાતિ-ભવ્‍ય રીતે સફળ બનાવવા માટે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી લીંગલ સેલના સહ-સંયોજક અનિલ દેસાઇ તરફથી પુરતો આર્થિક સહયોગ મળેલ છે.
આ કાર્યક્રમ માટે આયોજન કમીટીના મેમ્‍બર તુષારભાઇ બસ્‍લાણી, ભરતભાઇ હીરાણી, રાજકુમાર હેરમા, એલ.જે. રાઠોડ, દિવ્‍યેશ આર. મહેતા, અશ્વિન ગોસાઇ, ડી.બી.બગડા, હિતેન્‍દ્રસિંહ જાડેજા, કમલેશ રાવલ, અશ્વિન મહાલિયા તથા રાજકોટના પૂર્વ પ્રમુખ તેમજ સીનીયર ધારાશાષાી પિયુષભાઇ શાહ, રજનીબા રાણા, ચેતનાબેન કાછડીયા, રેખાબેન પટેલ, મિતલબેન સોલંકી વિગેરે ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.

 

(4:18 pm IST)