રાજકોટ
News of Friday, 23rd September 2022

નિરાધાર ગૌમાતાઓના લાભાર્થે ઉપલા કાંઠે ‘સરદાર રાસોત્‍સવ'

મેડીકલ ટીમ મેદાનમાં સજજ રહેશે, સજજડ સુરક્ષા વ્‍યવસ્‍થા, ગાયકોના સથવારે ખેલૈયાઓ રાસ ગરબાની જમાવટ કરશેઃ સરદાર રાસોત્‍સવ ગ્રુપ દ્વારા પારિવારીક માહોલમાં આયોજનઃ પાસ વિતરણ

રાજકોટઃ સરદાર રાસોત્‍સવ દ્વારા શહેરના ઉપલા કાંઠે તા.૨૬ સપ્‍ટેમ્‍બરથી નવદિવસ સુધી રાસોત્‍સવનું શાંતવન ફાર્મ, નિત્‍યમ વિલા સામે, ૮૦ ફુટનો રોડ, કુવાડવા રોડ ખાતે આયોજન થયું છે.

નિરાધાર ગૌમાતાઓ લાભાર્થે સંપુર્ણ પારિવારીક માહોલમાં ગરબે રમીને આદ્યશકિતની આરાધના કરી શકે તે માટે સરદાર રાસોત્‍સવ દ્વારા અદ્યતન રાઉન્‍ડ સીસ્‍ટમ્‍સ વિશાળ મેદાન લાઇટીંગ પાર્કિગ, સીસીટીવી કેમેરા, બાઉન્‍સર સિકયોરીટી રાખવામાં આવેલ  છે. યુ-ટયુબ પર સાધુ ફિલ્‍મસની ચેનલ પર રાસોત્‍સવનું લાઇવ કરવામાં આવશે

ખેલૈયાઓને ગરબે રમાડવા માટે દેશ-વિદેશમા ખ્‍યાતી મેળવનાર ગાયક કલાકારો મોન્‍ટુ મહારાજ જાગૃતિ ગોહેલ તથા એ ઝેડ ઓરકેસ્‍ટ્રા તથા જય રામદેવ સાઉન્‍ડ ગરબાની રમઝટ બોલાવશે.

આ ઉપરાંત ગોકુલ હોસ્‍પિટલ કુવાડવા રોડનાં સહયોગથી મીની હોસ્‍પિટલ તથા એમ્‍બ્‍યુલન્‍સની વ્‍યવસ્‍થા મેદાનમાં રહેશે

સરદાર રાસોત્‍સવને સફળ બનાવવા જીતેન્‍દ્ર રાબડીયા, જીજ્ઞેશભાઇ પટેલ, રિંકલ પટેલ, અંકિત ગજેરા, નિશાંત ગજેરા, વિપુલ પટેલ, ધવલ કોટડીયા, ગીરીશભાઇ પટેલ, પરેશભાઇ ઢોલરીયા, રાહુલ પટેલ, હાર્દિકભાઇ પટેલ, એચ.કે. પટેલ રસીક પટેલ, નરેશ મોલીયા, રાહુલ ખુંટ સહિતના જહેમત ઉઠાવી રહ્યા છે.

પાસ માટે શ્રીટેલીકોમ કુવાડવા રોડ ડી-માર્ટની બાજુમાં મો.૯૯૧૩૮ ૯૮૩૭૫ ઉપર સંપર્ક કરવો.(તસ્‍વીરઃ સંદીપ બગથરીયા)

(3:53 pm IST)