રાજકોટ
News of Friday, 23rd September 2022

રેલ્‍વે લોકો કોલોની મેદાનમાં રવિવારથી ઓપન રાજકોટ ફુટબોલ ટુર્નામેન્‍ટનો પ્રારંભ

રાજકોટ તા. ૨૩ : ઓઇ ઇન્‍ડિયા ફુટબોલ ફેડરેશન, ગુજરાત સ્‍ટેટ ફુટબોલ એસોસીએશન, સ્‍પોર્ટસ ઓથોરીટી ઓફ ઇન્‍ડિયા, સ્‍પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત તથા ડીસ્‍ટ્રીકટ ફુટબોલ એસોસીએશન રાજકોટ દ્વારા અન્‍ડર-૧૭ બહેનોની ફુટબોલ ટુર્નામેન્‍ટ તા. ૨૫ ના રવિવારથી રેલ્‍વે લોકો કોલોની ગ્રાઉન્‍ડમાં શરૂ થઇ રહી છે.
દર રવિવારે ઓપન રાજકોટ ફુટબોલ ટુનાર્મન્‍ટ રમાશે. જેનું ઉદ્દઘાટન તા. ૨૫ ના રવિવારે સાંજે ૪ વાગ્‍યે થશે.
સમગ્ર ટુર્નામેન્‍ટને સફળ બનાવવા ગુણુભાઇ ડેલાવાળાની આગેવાની હેઠળ એસો.ના સર્વશ્રી ડી. વી. મહેતા, મુકેશ બુંદેલા, બી. કે. જાડેજા, રોહીત બુંદેલા, જીવણસિંહ બારડ, અજય ભટ્ટ, ધર્મેશ છત્રોલા, અમૃતલાલ બહુરાશી, લાલસિંહ ચૌહાણ, રાજેશ ચૌહાણ, જયેશ કનોજીયા, રોહીત પંડીત, સિધ્‍ધાર્થ લોટીયા, મેલ્‍વીન રોડ્રીકસ, દીપ રાજગોર, દિપક યશવંત વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.

 

(3:55 pm IST)