દિપક સોસાયટીના બગીચામાંથી બેભાન મળેલા મહિલાનું મોતઃ વાલીની શોધખોળ
મૃતકનું નામ રામીબેન, જમણા હાથે શ્રીરામ અને અંગ્રેજીમાં રમેશ ત્રોફાવેલું: સગા સંબંધી હોય તો ગાંધીગ્રામ પોલીસનો સંપર્ક કરવો
રાજકોટ તા. ૨૩: રૈયા રોડ પર દિપક સોસાયટી-૫ નજીક આવેલા બગીચામાં તા.૨૦ના રોજ એક મહિલા બેભાન પડયા હોઇ સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. અહિ તેમનું મેત નિપજ્યું છે. આ મહિલા સારવારમાં હતાં ત્યારે પોતાનું નામ રામીબેન રમેશભાઇ (ઉ.૩૫) લખાવ્યું હતું. તેના કોઇ વાલીવારસ મળી આવ્યા નથી. મૃતકના જમણા હાથે ગુજરાતીમાં શ્રીરામ તથા અંગ્રેજીમાં રમેશ ત્રોફાવેલું છે. તેણે પોપટી કલરનું બ્લાઉઝ, મહેંદી કલરનો ચણીયો અને દુધીયા-બ્લુ ફુલ ડિઝાઇનવાળી સાડી પહેર્યા છે. તસ્વીરમાં દેખાતાં મૃતકના કોઇ વાલીવારસ હોય તો ગાંધીગ્રામ પોલીસનો ફોન ૦૨૮૧ ૨૫૮૮૦૮૫ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે. એએસઆઇ એમ. વી. લુવા અને હંસરાજભાઇ વધુ તપાસ કરે છે.