રાજકોટ
News of Friday, 23rd September 2022

એટ્રોસીટી-પોકસો એકટના ગુનામાં આરોપીની જામીન અરજી નામંજુર

રાજકોટ તા. ર૩: એટ્રોસીટી અને પોકસોના ગુન્‍હામાં આરોપીની જામીન અરજી રદ કરવાનો સેસન્‍સ કોર્ટે હુકમ કર્યો હતો.

ગત તા. ર૧-૮-રરના રોજ કોઠારીયા સોલવંટ વિસ્‍તારમાંથી સગીરાનું અપહરણ કરી જ્ઞાતિ પ્રત્‍યે હડધુત કરી દુષ્‍કર્મ આચરવાના ગુન્‍હામાં આરોપી સામે આજીડેમ પોલીસ સ્‍ટેશનમાં ગુન્‍હો નોંધાતા તેની તપાસ મદદનીશ પોલીસ કમિશ્‍નર એસ.સી.એસ.ટી.એલ.ના અધિકારી દ્વારા કરવામાં આવતા તે ગુન્‍હામાં પોલીસે આરોપી અજય નવઘણભાઇ મીર રહે. કોઠારીયા સોલવંટ વાળાની ધરપકડ કરી જેલ હવાલે કરેલ.

જેલમાંથી આરોપીએ જામીન ઉપર છુટવા સેસન્‍સ કોર્ટમાં જામીન અરજી કરતા સરકાર તરફે સરકારી વકીલ હાજર રહેલ અને જામીન અરજીનો સખત વિરોધ કરેલ અને રજુઆત કરેલ કે આરોપી સામે સમાજ વિરોધી ગુન્‍હો છે. આવા સમાજ વિરોધી ગુ઼નેગારોને જામીન આપવા જોઇએ નહીં સમાજમાં આવા ગુન્‍હાનું પ્રમાણ વધતું જાય છે તે રજુઆતને ધ્‍યાને લઇ સેસન્‍સ જજ શ્રી જે. ડી. સુથારે આરોપીની જામીન અરજી રદ કરેલ છે.

આ કામમાં સરકાર તરફે સરકારી વકીલ મુકેશભાઇ પીપળીયા રોકાયેલ હતા.

(4:14 pm IST)